UPSC Tricky Questions: યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની સિવિલ સર્વિસ પરીક્ષામાં કયા પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવશે તેનો અંદાજ લગાવવો ખૂબ જ મુશ્કેલ છે. જો કે અહીં ઘણી વાર એવા સવાલો પૂછવામાં આવે છે જેના જવાબો પુસ્તકોમાં ઓછા અને હાજર જવાબમાં વધુ હોય છે. કેટલાક સવાલો એવા હોય છે કે જેને જોઈને હસવું આવે અને મનમાં ક્યારેય વિચાર જ ના આવે કે આનો જવાબ આટલો સિંપલ હતો. જુઓ આ પ્રકારના પ્રશ્નોના ઉદાહરણો.

Continues below advertisement


પ્રશ્ન - તમે કાચું ઈંડું કોંક્રીટના ફ્લોર પર તોડ્યા વગર કેવી રીતે મુકી શકો?


જવાબ – કોંક્રીટનું માળખું તોડવું ખૂબ મુશ્કેલ છે, હું તેને તોડી ના શકું.


પ્રશ્ન - બંગાળની ખાડી કયા રાજ્યમાં છે?


જવાબ - બંગાળની ખાડી પ્રવાહી સ્ટેટમાં આવેલી છે.


પ્રશ્ન - જો હું તમારી બહેન સાથે ભાગી જાવ તો તમે શું કરશો?


જવાબ - હું ખૂબ જ ખુશ થઈશ કારણ કે હું મારી બહેન માટે તમારાથી સારો છોકરો શોધી ના શકં. આ મારું સૌભાગ્ય હશે.


પ્રશ્ન - જો તમે અંધારા ઓરડામાં બંધ હોવ અને તમારી પાસે મીણબત્તી, ફાનસ, ગેસ અને માચીસ હોય તો તમે સૌથી પહેલા શું પ્રગટાવશો?


જવાબ – હું પહેલા મેચની સળી પ્રગટાવીશ. ત્યાર બાદ તેના દ્વારા પ્રકાશ થાય તેવી કોઈ વસ્તુ સળગાવીશ.


પ્રશ્ન - જો તમે તમારી બહેનને એક સવારે કપડાં વગર જ પથારીમાં જોશો તો તમે શું કરશો?


જવાબ – હું મારી નાની બહેનને પહેલા કવર કરવા માટે કંઈક આપીશ કારણ કે બાળકોને ઝડપથી શરદી થતી હોય છે.


પ્રશ્ન - જો આઠ માણસોને એક દીવાલ બનાવવામાં બાર કલાક લાગે છે, તો સાત માણસોને તેને બાંધવામાં કેટલો સમય લાગશે?


જવાબ - તેમાં બિલકુલ સમય લાગશે નહીં કારણ કે દિવાલ પહેલેથી જ બની ગઈ છે.


પ્રશ્ન - કયા દેશમાં વાદળી જીન્સ પહેરવા પર પ્રતિબંધ છે?


જવાબ - ઉત્તર કોરિયામાં વાદળી જીન્સ પહેરવા પર પ્રતિબંધ છે.


પ્રશ્ન – 01 થી 100 સુધીની ગણતરીમાં A અક્ષર કેટલી વાર આવે છે?


જવાબ - 01 થી 100 સુધીની ગણતરીમાં A અક્ષર એક વાર પણ નથી આવતો.


પ્રશ્ન – અંગ્રેજીમાં એવો કયો શબ્દ છે જે હંમેશા Wrongને ખોટો વાંચવામાં આવે છે?


જવાબ - અંગ્રેજી શબ્દ Wrong હંમેશા ખોટો વાંચવામાં આવે છે.


પ્રશ્ન- પાકિસ્તાનના લાહોરમાં એક બાળકનો જન્મ થયો છે પરંતુ તે પાકિસ્તાની નથી, કેવી રીતે?


જવાબ - તે બાળક 1947 પહેલા જન્મેલું હોવું જોઈએ, ત્યારે લાહોર બન્યું નહોતું.


પ્રશ્ન - વિશ્વના કયા દેશમાં ચ્યુઇંગમ ખાવું કે વેચવું ગેરકાયદેસર છે?


જવાબ : સિંગાપુરમાં ચ્યુઇંગમ ખાવું કે વેચવું ગેરકાયદેસર છે. 


Education Loan Information:

Calculate Education Loan EMI