GSERB Results 2024: ગુજરાત બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. આવતીકાલે ધો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થશે. સવારે 9 વાગે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા પરિણામ જાહેર કરવામાં આવશે. વિદ્યાર્થીઓને whatsapp ના માધ્યમથી પરિણામ મળી રહે તે માટે વ્યવસ્થા કરાઈ છે. બોર્ડની વેબસાઈટ પરથી વિદ્યાર્થીઓ પોતાનું પરિણામ જાણી શકશે. વિદ્યાર્થીઓ પોતાનો બેઠક ક્રમાંક 6357300971 નંબર પર વોટ્સેપ પર મોકલી પરિણામ મેળવી શકશે.
www.gseb.org વેબસાઈટ પર સવારે 9 વાગ્યા બાદ વિદ્યાર્થીઓ પરિણામ જોઈ શકશે.


પરીક્ષા પાસ કરવા માટે વિદ્યાર્થીઓએ દરેક વિષયમાં ઓછામાં ઓછા 33 ટકા માર્ક્સ મેળવવાના રહેશે. બોર્ડ દ્વારા લેવાયેલી 12મી HSC સાયન્સની પરીક્ષા 11 માર્ચથી 26 માર્ચ 2024 દરમિયાન લેવામાં આવી હતી. આ વર્ષે 12માની પરીક્ષામાં લગભગ 4 લાખ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.


Gujarat Board Results 2024: મોબાઇલ પર આ રીતે ચેક કરો રિઝલ્ટ


મોબાઈલ પર પરિણામ જોવા માટે, વિદ્યાર્થીઓએ "GJ12S" અને ત્યારબાદ સ્પેસ લખવી જોઈએ અને પછી તેમનો રોલ નંબર દાખલ કરવો જોઈએ. આ પછી વિદ્યાર્થીઓએ આ મેસેજ 58888111 નંબર પર મોકલવો. થોડા સમય પછી પરિણામ તમારી સ્ક્રીન પર દેખાશે.


Gujarat Board Results 2024: આ રીતે પરિણામ ચેક કરો


પગલું 1: સૌ પ્રથમ વિદ્યાર્થીઓ GSEB gseb.org ની સત્તાવાર વેબસાઇટ પર જાઓ


પગલું 2: હવે વિદ્યાર્થીઓ હોમપેજ પર HSC સાયન્સ/કોમર્સ પરિણામ લિંક પર ક્લિક કરો


સ્ટેપ 3: આ પછી તમારી સામે એક નવી વિન્ડો ખુલશે


પગલું 4: પછી તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો


પગલું 5: આ પછી વિદ્યાર્થીઓ સબમિટ પર ક્લિક કરો


પગલું 6: પછી GSEB ધોરણ 12 નું પરિણામ સ્ક્રીન પર દેખાશે


પગલું 7: હવે તમારું સ્કોરકાર્ડ ડાઉનલોડ કરો


પગલું 8: આ પછી વધુ જરૂરિયાત માટે પ્રિન્ટ આઉટ લો




Education Loan Information:

Calculate Education Loan EMI