JEE Advanced 2022 Result: IIT-Bombay એ સંયુક્ત પ્રવેશ પરીક્ષા (JEE Advanced 2022) 2022નું પરિણામ આજે સવારે 10 વાગ્યે જાહેર કર્યું છે. આ પરીક્ષામાં બેસનાર ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in પર તેમનું JEE એડવાન્સ સ્કોરકાર્ડ ચકાસી શકે છે. પાર્થ ભારદ્વાજે આ પરીક્ષામાં ટોપ કર્યું છે.


SC, ST અને OBC ઉમેદવારો માટે JEE એડવાન્સ્ડ કટ-ઓફ આ વખતે ચાર વર્ષની નીચી સપાટીએ છે. બીજી તરફ જનરલ કેટેગરીમાં ગયા વર્ષની સરખામણીએ થોડો વધારો થયો છે. સામાન્ય શ્રેણી માટે કટ-ઓફ 88.4 પર્સેન્ટાઈલ છે. તે 2021માં 87.9 ટકા, 2020માં 90.3 અને 2019માં 89.7 ટકા હતા. જ્યારે EWS માટે કટ-ઓફ 63.11, SC માટે 43.08, ST માટે 26.7 અને OBC માટે 67.0 છે. જ્યારે ગયા વર્ષે EWS માટે કટ-ઓફ 68.02, SC માટે 46.8, ST માટે 34.6 અને OBC માટે 68.02 હતું.


આ વર્ષે, JEE એડવાન્સ 2022 માટે કુલ 1,56,089 ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. હવે જ્યારે પરિણામ જાહેર થઈ ગયું છે, ત્યારે સીટ એલોટમેન્ટ પ્રક્રિયા 12 સપ્ટેમ્બરથી શરૂ થઈ શકે છે. JEE એડવાન્સ્ડ 2022 ની અંતિમ આન્સર કી 3જી સપ્ટેમ્બરના રોજ બહાર પાડવામાં આવી હતી. ઉમેદવારોએ 3 સપ્ટેમ્બરથી 4 સપ્ટેમ્બર દરમિયાન અંતિમ આન્સર કી પર વાંધો ઉઠાવ્યો હતો.






1.5 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી


જેઇઇ એડવાન્સ્ડની પરીક્ષા 28 ઓગસ્ટે લેવામાં આવી હતી. પરીક્ષા માટે લગભગ 2.5 લાખ વિદ્યાર્થીઓએ અરજી કરી હતી. માત્ર 1.56 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી. આ પરીક્ષા 124 શહેરોમાં 577 કેન્દ્રો પર લેવામાં આવી હતી.


તમામ 23 ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT)માં કુલ 16,598 બેઠકો છે, જેના માટે આ પરીક્ષા લેવામાં આવી હતી. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે બેઠકોની સંખ્યામાં વધારો થયો છે. તેમજ 1,567 વધારાની બેઠકો મહિલા ઉમેદવારો માટે અનામત રાખવામાં આવી છે. કુલ બેઠકોની સંખ્યા 2021માં 16,232 હતી જે આ વર્ષે વધીને 16,598 થઈ ગઈ છે.


JEE એડવાન્સ પરિણામ 2022 કેવી રીતે કરશો ચેક



  • સત્તાવાર વેબસાઇટ jeeadv.ac.in 2022 અથવા result.jeeadv.ac.in પર જાવ.

  • હોમપેજ પર JEE એડવાન્સ પરિણામ લિંક પર ક્લિક કરો.

  • નોંધણી નંબર, જન્મ તારીખ અને મોબાઇલ નંબર દાખલ કરો અને સબમિટ બટન પર ક્લિક કરો.

  • JEE એડવાન્સ સ્કોરકાર્ડ સ્ક્રીન પર દેખાશે.

  • ડાઉનલોડ કરો અને પ્રિન્ટઆઉટ લો.


Education Loan Information:

Calculate Education Loan EMI