TAT-HS EXAM :ધોરણ 11 અને 12 માં શિક્ષક બનવા માટેની દ્રીસ્તરીય પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યુ છે.  TAT-HSની પ્રિલિમ્સ છ ઓગસ્ટે લેવામાં આવેશે જેનું રજિસ્ટ્રેશન 5 જુલાઈના કરાવી શકાશે.


રાજ્ય પરીક્ષા બોર્ડે  શિક્ષક અભિરૂચી કસોટી ઉચ્ચતર માધ્યમિક (TAT-HS)નું જાહેરનામું બહાર પાડ્યું છે. જે મુજબ માધ્યમિક શાળામાં શિક્ષક બનવા માટેની પરીક્ષા 6 ઓગસ્ટે યોજાશે. આ પરીક્ષા માટે રજિસ્ટ્રેશન કરાવવાનો સમય  5 જુલાઈથી  15 જુલાઈ સુધીનો છે. પરીક્ષાર્થી 5થી 15 જુલાઇ સુધીમાં  ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવી શકશે. આ પ્રિલિમ પરીક્ષામાં ક્લોલિફાય પરીક્ષાર્થીને મેઇન પરીક્ષા આપવાની રહેશે. જે  મેઇન પરીક્ષા  17 સપ્ટેમ્બર 2023ના રોજ યોજાશે


TAT ઉચ્ચતર માધ્યમિક માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ હવે 5 જુલાઇથી 15 જુલાઈ દરમિયાન ઉમેદવારો માટે રજિસ્ટ્રેશન ફોર્મ ભરવાની મુદત આપવામાં આવશે. ઉપરાંત 5 જુલાઈથી 17 જુલાઈ દરમિયાન ઉમેદવારો નેટ બેન્કિંગ મારફતે ફી ભરી શકશે તેવી વ્યવસ્થા પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવી છે. આ તમામ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ 6 ઓગસ્ટના રોજ TAT ઉચ્ચતર માધ્યમિકની પ્રાથમિક પરીક્ષા એટલે કે પ્રિલિમ પરીક્ષા લેવામાં આવશે. ત્યારબાદ તેમાં મેરિટમાં આવેલા ઉમેદવારોની 17 સપ્ટેમ્બરના રોજ મુખ્ય પરીક્ષા એટલે કે મેઈન્સની પરીક્ષા લેવામાં આવશે. 


પરીક્ષા પરીક્ષા બોર્ડે  નક્કી કરેલા કેન્દ્રો પર યોજાશે. આ પરીક્ષા માટે પરીક્ષાર્થીઓએ 500 રૂપિયા પરીક્ષા ફી ચૂકવવી પડશે જ્યારે  અનામત કેટેગરીના ઉમેદવારોએ  રૂ. 400 રૂપિયા ફી ચૂકવવી પડશે.


ગુજરાત યુનિવર્સિટીને મળ્યા પહેલા મહિલા કુલપતિ,જાણો કોને સોંપવામાં આવી જવાબદારી


અમદાવાદ:ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિની શોધ આખરે પુરી થઈ છે. ગુજરાત યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે ડો.નીરજા ગુપ્તાની નિયુક્તિ કરવામાં આવી છે. નીરજા ગુપ્તા હાલ મધ્યપ્રદેશની સાંચી યુનિવર્સિટીના કુલપતિ તરીકે કાર્યરત છે. નીરજા ગુપ્તા અગાઉ ગુજરાત યુનિવર્સિટીમાં સ્ટડી અબ્રોડના ડિરેક્ટર અને ભવન્સ કોલેજના આચાર્ય તરીકે સેવા આપી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે વર્ષ 2021માં નીરજા ગુપ્તાએ સાંચી બૌદ્ધ-ભારતીય નોલેજ સ્ટડીઝ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરનું પદ સંભાળ્યું હતું.સાંચી યુનિવર્સિટીમાં જોડાતા પહેલા નીરજા ગુપ્તા આરએ કોલેજ ઓફ આર્ટસ એન્ડ કોમર્સ, ભારતીય વિદ્યા ભવન,ખાનપુર, અમદાવાદ ખાતે પ્રોફેસર અને પ્રિન્સિપાલ તરીકે સેવા આપી રહી હતી.


કોણ છે વાઇસ ચાન્સેલર નીરજા ગુપ્તા


માહિતી માટે જણાવી દઈએ કે, નીરજા ગુપ્તા 2006 થી 2012 સુધી ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદના ફોરેન એજ્યુકેશન પ્રોગ્રામના સલાહકાર રહી ચૂક્યા છે. તેમણે 1992માં મેરઠ યુનિવર્સિટીમાંથી ડોક્ટરેટની પદવી મેળવી હતી. હિન્દી, સંસ્કૃત, ગુજરાતી, મરાઠી, આસામી ઉપરાંત તેઓ ઉર્દૂમાં પણ જ્ઞાન ધરાવે છે. આ ઉપરાંત, તેઓ પ્રાકૃત જેવી પ્રાચીન ભારતીય ભાષામાં નિપુણતા ધરાવે છે. અંગ્રેજીની સાથે ડો. ગુપ્તા રશિયન ભાષામાં પણ નિપુણ છે અને શૈક્ષણિક કાર્યક્રમો માટે 42 દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે. ડૉ.ગુપ્તા 16 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય યુનિવર્સિટીઓ સાથે પણ સંકળાયેલા છે.


Join Our Official Telegram Channel:


https://t.me/abpasmitaofficial


Education Loan Information:

Calculate Education Loan EMI