Exam 2022: દેશમાં હાલ કોરોના કેસ એકદમ ઘટી ગયા છે અને શિક્ષણ કાર્ય રાબેતા મુજબ થઈ ગયું છે. આ દરમિયાન ભાજપ શાસિત રાજ્ય હરિયાણામાં એક વર્ષ સુધી ધોરણ 5 અને 8ની બોર્ડની પરીક્ષાઓ લેવામાં આવશે નહીં. મુખ્યમંત્રી મનોહર લાલે આ જાહેરાત કરી હતી. CBSE અને હરિયાણા બોર્ડ બંનેની પરીક્ષાઓ મુલતવી રાખવામાં આવી છે. આગામી સત્રથી ધોરણ 5 અને 8ની બોર્ડની પરીક્ષાઓ લેવાશે. શાળાઓ પોતાના સ્તરે પરીક્ષા લેશે.
ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓ માટે બોર્ડની પરીક્ષાને લઈને વાલીઓના વિરોધ વચ્ચે રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. માહિતી, જનસંપર્ક અને ભાષા વિભાગ, હરિયાણાના ડિરેક્ટોરેટે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ દ્વારા માહિતી આપી છે કે CBSE અને હરિયાણા બોર્ડની પરીક્ષાઓ હાલ પૂરતું સ્થગિત કરવામાં આવી છે. આવતા વર્ષથી ધોરણ 5 અને 8ની બોર્ડની પરીક્ષાઓ લેવાશે.
હરિયાણા સરકારનો આ નિર્ણય ધોરણ 5 અને 8ના વિદ્યાર્થીઓના વાલીઓના વિરોધ બાદ આવ્યો છે. બાળકોના માતા-પિતા એપ્રિલ 2022માં ધોરણ 5 અને 8ની બોર્ડની પરીક્ષાઓ લેવાના રાજ્ય સરકારના પ્રસ્તાવનો વિરોધ કરી રહ્યા હતા. અગાઉ સરકારે આદેશ આપ્યો હતો કે તમામ ખાનગી અને સરકારી શાળાઓએ પરીક્ષા લેવા માટે 20 ફેબ્રુઆરી પહેલા રાજ્ય શિક્ષણ બોર્ડમાં નોંધણી કરાવવી પડશે.
ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ
ભારતમાં કોરોનાની ત્રીજી લહેરનો પ્રકોપ હવે ઘણો ઓછો થઈ ગયો છે. સતત બીજા દિવસે કોરોનાના 20 હજારથી ઓછા નવા કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 16,051 નવા કેસ સામે આવ્યા છે અને 206 સંક્રમિત લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે આના એક દિવસ પહેલા જ કોરોનાના 19 હજાર 968 નવા કેસ સામે આવ્યા હતા અને 673 લોકોએ જીવ ગુમાવ્યા હતા. સારી વાત એ છે કે છેલ્લા 24 કલાકમાં 37 હજાર 901 લોકો કોરોનાથી સાજા પણ થયા છે એટલે કે 22 હજાર એક્ટિવ કેસમાં ઘટાડો થયો છે.
કોરોના મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં કુલ ચાર કરોડ 28 લાખ 38 હજાર 524 લોકો સંક્રમિત થયા છે. તેમાંથી 5 લાખ 12 હજાર લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 4 કરોડ 21 લાખ 24 હજાર લોકો સાજા પણ થયા છે. દેશમાં કોરોના એક્ટિવ કેસની સંખ્યા 3 લાખથી ઓછી છે. કુલ 2 લાખ 2 હજાર 131 લોકો હજુ પણ કોરોના વાયરસથી સંક્રમિત છે, જેમની સારવાર ચાલી રહી છે.
- કોરોનાના કુલ કેસ - 4 કરોડ 28 લાખ 38 હજાર 524
- કુલ ડિસ્ચાર્જ - 4 કરોડ 21 લાખ 24 હજાર 284
- કુલ એક્ટિવ કેસ - 2 લાખ 2 હજાર 131
- કુલ મૃત્યુ - 5 લાખ 12 હજાર 109
- કુલ રસીકરણ - 175 કરોડ 46 લાખ 25 હજાર ડોઝ આપવામાં આવ્યા હતા
Education Loan Information:
Calculate Education Loan EMI