સુરત: VNSGUમાં પીએચ.ડી કરનાર માટે સારા સમાચાર સામે આવ્યા છે. પીએચડીની પ્રવેશ પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ છે. હવે 23 મે સુધી ફોર્મ ભરી શકાશે. સેનેટ સભ્ય ભાવેશ રબારી દ્વારા તારીખ લંબાવવા અંગે માગ કરવામાં આવી હતી. ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 એપ્રિલ હતી. આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પ્રવેશ કાર્ય શરૂ થયું છે. બી કોમ, બી એ, બીબીએ, સહિત 86075 બેઠકો ઉપર પ્રવેશ અપાશે. વિદ્યાર્થીઓએ પહેલાં રજિસ્ટ્રેશન કરાવવું પડશે. 5 વર્ષના ઇન્ટિગ્રેટેડ અભ્યાસક્રમ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ છે. 15 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ માટે અગાઉથી જ ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવ્યું છે.


ખેડૂતો માટે રાહતના સમાચારઃ ચોમાસુ છ દિવસ વહેલું આવશે, જાણો ગુજરાતમાં ક્યારે મોનસૂનની એન્ટ્રી થશે


હવામાન વિભાગ તરફથી રાજ્યના ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર મળી રહ્યાં છે. રાજ્યમાં હવે એક મહિનાથી પણ ઓછા સમયમાં રાહત મળી શકે છે. ગુજરાતમાં આ વર્ષે સામાન્યથી વહેલા ચોમાસાના આગમનની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 10 જુનથી 15 જુનની આસપાસ ચોમાસાનું આગમન થઈ જાય તેવી શક્યતા છે.


હવામાન વિભાગના જણાવ્યા અનુસાર નૈઋત્યના ચોમાસાએ સોમવારે ભારતમાં આગમન કરી લીધુ છે. જેમાં બંગાળની ખાડીના કેટલાક, જ્યારે અંદમાન-નિકોબાર ટાપુનો સમાવેશ થાય છે. પ્રી-મોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે આગામી ચાર પાંચ દિવસમાં કેરળ, કર્ણાટકના દરિયાઈ વિસ્તાર તેમજ મેઘાલય, આસામ, અરૂણાચલ પ્રદેશમાં વરસાદ વરસી શકે છે.


આ ઉપરાંત ઉત્તર-પશ્ચિમ તેમજ મધ્ય ભારતમાં ગરમીની તિવ્રતા ઘટવાનું પણ શરૂ થઈ જશે. કેરળમાં 27 મેથી એક જુનની વચ્ચે સત્તાવાર રીતે નૈઋત્યના ચોમાસાનું આગામન થાય તેવી સંભાવના છે. આ સ્થિતિમાં દક્ષિણ ગુજરાતમાં દસથી 15 જુન વચ્ચે અને 15થી 20 જુનની વચ્ચે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ચોમાસાનું આગમન થઈ શકે છે. માત્ર કચ્છને જૂનના અંત સુધી ચોમાસાની રાહ જોવી પડશે.


Education Loan Information:

Calculate Education Loan EMI