Google layoff Employees: ટેક જાયન્ટ આલ્ફાબેટની કંપની ગૂગલે તેના સેંકડો કર્મચારીઓની છટણી કરી છે. આ તમામ કર્મચારીઓ એન્ડ્રોઇડ સોફ્ટવેર, પિક્સેલ સ્માર્ટફોન અને ક્રોમ બ્રાઉઝર માટે કામ કરતા હતા. 'ધ ઇન્ફોર્મેશન' ને ટાંકીને આ માહિતી આપવામાં આવી છે.

આ વર્ષની શરૂઆતમાં કંપનીએ સ્વેચ્છાએ કંપની છોડવાની ઓફર કર્યા બાદ આ પગલું લેવામાં આવ્યું છે. જાન્યુઆરી મહિનામાં કંપનીએ કેટલાક લોકોને સ્વેચ્છાએ યુનિટ છોડી દેવા કહ્યું હતું. CNBCના એક રિપોર્ટ મુજબ, લગભગ 25,000 કર્મચારીઓ Android, Chrome, ChromeOS, Google Photos, Google One, Pixel, Fitbit અને Nest પર કામ કરી રહ્યા છે.

અમેરિકાના મીડિયાએ અહેવાલ આપ્યો હતો કે 2025ની શરૂઆતમાં ગૂગલે તેના કર્મચારીઓને ટાર્ગેટ કરતા સ્વૈચ્છિક એક્ઝિટ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. 2024માં ગૂગલના એન્ડ્રોઇડ અને હાર્ડવેરને સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ Rick Osterlohના નેતૃત્વ હેઠળ મર્જ કરવામાં આવ્યા હતા જેથી પ્રોડક્ટ્સમાં AI ફીચરનો સમાવેશ થાય અને સમગ્ર કંપનીની કામગીરી સુવ્યવસ્થિત ચાલી શકે.

અગાઉ, CNBC એ અહેવાલ આપ્યો હતો કે આંતરિક ફેરફારોને કારણે Google પીપલ ઓપરેશન્સ અને ક્લાઉડ વિભાગમાંથી તેના કર્મચારીઓને હટાવવાનું વિચારી રહી છે. 31 ડિસેમ્બર, 2024ના ડેટા અનુસાર, ગૂગલની પેરન્ટ કંપની આલ્ફાબેટ ઇન્ક. 2015માં લગભગ 1,83,323 કર્મચારીઓ કામ કરતા હતા, જે પાછલા વર્ષ કરતા 821 (૦.45 ટકા) વધારે હતા.

2025ના ચોથા ક્વાર્ટરમાં આલ્ફાબેટને અપેક્ષા મુજબ આવક થઈ શકી નથી. કંપનીએ 96.56 બિલિયન ડોલરની આવકની અપેક્ષા રાખી હતી અને તેની આવક 96.46 બિલિયન ડોલર રહી હતી. યુટ્યુબની જાહેરાત આવક અપેક્ષા કરતાં વધુ 10.47 બિલિયન ડોલર હતી, જ્યારે ગૂગલ ક્લાઉડની આવક 11.95 બિલિયન ડોલર ઓછી રહી હતી. જોકે, એકંદરે કંપનીએ વાર્ષિક ધોરણે તેની આવકમાં 12 ટકાનો વધારો કર્યો. પરંતુ જાહેરાત, સર્ચ. યુ-ટ્યુબ અને સર્વિસિસ જેવા મુખ્ય ક્ષેત્રોમાં એક વર્ષ પહેલાના ક્વાર્ટરની તુલનામાં ઘટાડો જોવા મળ્યો, જેના કારણે રોકાણકારોમાં ચિંતા વધી હતી.

ભારતની આઇટી ક્ષેત્રની દિગ્ગજ કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ) નાણાકીય વર્ષ 2026માં 42,000 ફ્રેશર્સની ભરતી કરશે જ્યારે માંગના માહોલમાં અનિશ્વિતતા વચ્ચે પગારમા વધારા પર હાલમાં નિર્ણય લેવામાં આવ્યો નથી. નાણાકીય વર્ષ 2025ના અંતે TCS કર્મચારીઓની સંખ્યા 6,07,979 હતી, કારણ કે કંપનીએ ચોથા ક્વાર્ટરમાં 625 કર્મચારીઓની ભરતી કરી હતી. આ વર્ષે કંપનીએ 42000 ફ્રેશર્સને નોકરી પર રાખ્યા હતા.


Education Loan Information:

Calculate Education Loan EMI