Government Job Openings: સરકારી નોકરીઓ શોધી રહેલા ઉમેદવારો માટે અનેક વિભાગોમાં બમ્પર જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. દરેક વિભાગમાં પદ માટેની યોગ્યતાથી લઈને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સહિતની બધી જ પ્રક્કિયા જુદી જુદી છે. ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઈન્ડિયા લિમિટેડ, આઈઆઈટી કાનપુર, નોર્ધન કોલફિલ્ડ લિમિટેડ અને પશ્ચિમ મધ્ય રેલવેમાં આ ખાલી જગ્યાઓ માટે મોટી ભરતી બહાર પાડવામાં આવી છે. કયા વિભાગમાં અરજી કરવાની છેલ્લી તારીખ હશે અને કઈ રીતે અરજી કરવી તે જાણવા માટે સંપૂર્ણ સમાચાર વાંચો.


NPCIL ભરતી 2022


ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઇન્ડિયા લિમિટેડમાં ફાર્માસિસ્ટ, સ્ટાઈપિન, નર્સ, આસિસ્ટન્ટ સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. આ ભરતી અભિયાન દ્વારા કુલ 243 જગ્યાઓ ભરવામાં આવશે. અરજી કરવાની છેલ્લી તારીખ 05 જાન્યુઆરી 2023 છે. વિગતો જાણવા અને અરજી કરવા માટે npcil.co.in.વેબસાઇટની મુલાકાત લો.  


નોર્ધર્ન કોલફિલ્ડ લિમિટેડ ભરતી


નોર્ધન કોલફિલ્ડ લિમિટેડમાં માઇનિંગ સિરદાર અને સર્વેયર (માઇનિંગ)ની પોસ્ટ માટે બમ્પર ભરતી બહાર પાડવામાં આવી છે. આ ખાલી જગ્યાઓ મધ્ય પ્રદેશના સિંગરૌલી અને ઉત્તર પ્રદેશના સોનભદ્ર માટે છે. અરજીઓ શરૂ થઈ ગઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 22 ડિસેમ્બર 2022 છે. રસ ધરાવતા ઉમેદવારો nclil.in પર અરજી કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા કુલ 374 જગ્યાઓ ભરવામાં આવશે.


IIT કાનપુરમાં ભરતી


IIT કાનપુરમાં જુનિયર ટેકનિશિયન અને જુનિયર એન્જિનિયરની જગ્યા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે. અરજી કરવાની છેલ્લી તારીખ 09 જાન્યુઆરી 2023 છે.  રસ ધરાવતા ઉમેદવારો iitk.ac.in પર અરજી કરી શકે છે. એપ્લિકેશન ફી રૂ 1000 છે.


ડબલ્યુસીઆર ભરતી


પશ્ચિમ મધ્ય રેલવેએ એપ્રેન્ટિસની જગ્યા માટે બમ્પર ભરતી હાથ ધરી છે. આ ભરતી અભિયાન દ્વારા 2521 જગ્યાઓ ભરવામાં આવશે. અરજીઓ માત્ર ઓનલાઈન હશે જેના માટે ઉમેદવારોએ પશ્ચિમ મધ્ય રેલવેની અધિકૃત વેબસાઈટની મુલાકાત લેવાની રહેશે આ વેબસાઈટનું નામ છે – wcr.indianrailways.gov.in. 10 પાસ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 17 ડિસેમ્બર 2022 છે.


Education Loan Information:

Calculate Education Loan EMI