Government Job: ગ્રેજ્યૂએશન કરેલા ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાનો બેસ્ટ મોકો સામે આવ્યો છે. મધ્યપ્રદેશ પ્રૉફેશનલ એક્ઝામિનેશન બૉર્ડે ગૃપ વન અને ગૃપ ટૂ માટે બમ્પર પદો પર ભરતી બહાર પાડી છે. એવા ઉમેદવારો જે આ વેકેન્સી માટે અરજી કરવાની યોગ્યતા અને ઇચ્છા રાખે છે, તેઓ બતાવવામાં આવેલા નિયત ફૉર્મેટમાં ફૉર્મ ભરી શકે છે. અરજી હજુ શરૂ નથી થઇ. અરજી શરૂ થશે 17 એપ્રિલ 2023 થી આ ભરતીઓ માટે એપ્લાય કરવાની છેલ્લી તારીખ છે 1 મે, 2023. એ પણ જાણી લો કે અરજી માત્ર ઓનલાઇન કરવામાં આવશે, આ માટે કેન્ડિડેટ્સે એણપીપીઇબીની ઓફિશિયલ વેબસાઇટ પર જવુ પડશે. અહીંથી તમે આસાનીથી ફૉર્મ ભરી શકો છો.


આ વેબસાઇટ પરથી ભરો ફોર્મ  
એમપીપીઇબીની આ ભરતીઓ માટે અરજી કરવા માટે મધ્ય પ્રદેશ વ્યાવસાસિક પરીક્ષા મંડળની ઓફિશિયલ વેબસાઇટનું એડ્રેસ છે – esb.mp.gov.in. આ ભરતીઓ બધી ગૃપ વન અને ગૃપ ટૂ માટેની છે. આના વિશે ડિટેલમાં જાણવા માટે પણ આ વેબસાઇટ પર જઇ શકાય છે. 


વેકેન્સી ડિટેલ્સ 
આ રિક્રૂટમેન્ટ ડ્રાઇવના માધ્યમથી ગ્રામીણ કૃષિ વિસ્તાર અધિકારી, વરિષ્ઠ કૃષિ વિકાસ અધિકારી, ગ્રામીણ ઉદ્યાન વિસ્તાર અધિકારી જેવા અનેક પદો ભરવામાં આવશે, આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી કુલ 1978 પદો ભરવામાં આવશે, આની ડિટેલ આ પ્રકારે છે. 


ગ્રામીણ વિકાસ અધિકારી – 1852 પદ
લેબ ટેકનિશિયન – 14 પદ
ફિલ્ડ એક્સટેન્શન અધિકારી – 27 પદ
ડાયરેક્ટર એગ્રીકલ્ચર – 1 પદ
ગ્રામીણ ઉદ્યાન વિસ્તાર અધિકારી – 52 પદ
સીનિયર એગ્રીકલ્ચર ડેવલપમેન્ટ ઓફિસર – 7 પદ
સીનિયર ગ્રામીણ ઉદ્યાન વિકાસ અધિકારી – 25 પદ


કોણ કરી શકે છે અરજી
આ પદો પર અરજી કરવા માટે કેન્ડિડેટ્સના સંબંધિત વિષયમાં ગ્રેજ્યૂએટ હોવુ જરૂરી છે. સાથે જ તેની ઉંમર 18 થી 40 વર્ષની વચ્ચેની હોવી જોઇએ. અન્ય ડિટેલ માટે અધિકારિક વેબસાઇટ પર આપવામાં આવેલી નૉટિસ ચેક કરી શકો છો.  


કઇ રીતે થશે સિલેક્શન 
આ પદો પર કેન્ડિડેટ્સનું સિલેક્શન લેખિત પરીક્ષાના માધ્યમથી થશે. આ પસંદ થયેલા કેન્ડિડેટ્સને ડૉક્યૂમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે, પરીક્ષાનું આયોજન 15 જુલાઇ, 2023 ના દિવસે બે શિફ્ટોમાં કરવામાં આવશે. 


અરજી ફીની જો વાત કરવામાં આવે તો, બિનઅનામત કેટેગરીના કેન્ડિડેટ્સને 500 રૂપિયા ફી આપવી પડશે, જ્યારે અનામત કેટેગરીના કેન્ડિડેટ્સને ફી તરીકે 250 રૂપિયા આપવી પડશે. 


 


Education Loan Information:

Calculate Education Loan EMI