ગાઁધીનગર: જીપીએસસીની મદદનીશ ઈજનેર વર્ગ 2ની પરીક્ષા મોકુફ રાખવામાં આવી છે.  26 ફેબ્રુઆરીએ પ્રાથમિક કસોટી લેવાની હતી. 26 ફેબ્રુઆરીએ સ્ટાફ સિલેક્શન કમીટીની પરીક્ષા હોવાથી તારીખ બદલાઈ છે. જીપીએસસી મદદનીશ ઈજનેરની નવી તારીખ હવે પછી ફરીથી જાહેર કરશે. તમને જણાવી દઈએ કે, આજે ગુજરાત  રાજયમાં GPSC પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી. આ ઉપરાંત વર્ષ 2023માં લેવાનાર પરીક્ષાનું કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું હતું. 15 મે 2023ના રોજ GPSC પરીક્ષા શરુ થશે. સ્પર્ધાત્મક પરિક્ષાની યોગ્ય માહિતી ઉમેદવારોને વેબસાઈટ પર મળશે.


LICમાં હજારો પદ માટે બહાર પડાઈ ભરતી, મળશે આકર્ષક પગાર


LIC Apprentice Development Officer Recruitment 2023: LICએ એપ્રેન્ટિસ ડેવલપમેન્ટ ઓફિસરની જગ્યા માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ માંગાવી છે. જીવન વીમા નિગમની આ ભરતી અભિયાન દ્વારા ADOની નવ હજારથી વધુ જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાની પાત્રતા અને ઈચ્છા ધરાવતા હોય તેઓ છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરી શકે છે. આ કરવા માટે તેઓએ LICની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવી પડશે, જેનું સરનામું છે – licindia.in


આ છે છેલ્લી તારીખ


LICની આ જગ્યાઓ માટે અરજી કરવાની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી 2023 છે. એ પણ જાણી લો કે અરજીઓ માત્ર ઓનલાઈન કરી શકાય છે. અન્ય કોઈપણ માધ્યમથી કરેલ અરજી સ્વીકારવામાં આવશે નહી.


કોણ કરી શકે અરજી ?









કેટલી હશે ફી અને કેટલો મળશે પગાર?


આ ખાલી જગ્યાઓ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ 750 રૂપિયા ફી ચૂકવવી પડશે. આ ફી જનરલ કેટેગરીના ઉમેદવારો માટે છે. અનામત વર્ગને ફી મુક્તિ મળશે. તેવી જ રીતે પસંદગી થયા બાદ ઉમેદવારને દર મહિને 51,500 રૂપિયાનો પગાર આપવામાં આવશે.


કેવી રીતે થશે પસંદગી


આ પદો માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા, મુખ્ય લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. માત્ર એક તબક્કામાં પાસ થનાર ઉમેદવારોને જ બીજા તબક્કામાં હાજર રહેવાની તક આપવામાં આવશે. જે ઉમેદવારો તમામ તબક્કાઓ પાર પાડશે તેમની પસંદગી અંતિમ ગણવામાં આવશે. કોઈપણ અન્ય વિગતો જાણવા માટે તમે સત્તાવાર વેબસાઇટ પર આપવામાં આવેલી સૂચના જોઈ શકો છો.


આ તારીખે પરીક્ષા લેવામાં આવશે


LIC એપ્રેન્ટિસ ડેવલપમેન્ટ ઓફિસરની પોસ્ટ માટેની પૂર્વ પરીક્ષા 12 માર્ચ, 2023ના રોજ લેવામાં આવશે. આમાં, પસંદ કરેલ ઉમેદવારોએ મુખ્ય પરીક્ષા આપવાની રહેશે જેનું આયોજન 08 એપ્રિલ 2023 ના રોજ કરવામાં આવશે. પરીક્ષાની વધુ તારીખ વિશેની માહિતી પછીથી આપવામાં આવશે.


Education Loan Information:

Calculate Education Loan EMI