ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC)ના ચેરમેન હસમુખ પટેલે પરીક્ષાર્થીઓના હિતમાં મહત્વની જાહેરાત કરી હતી. મળતી જાણકારી અનુસાર, જીપીએસસીએ પરીક્ષાર્થીઓ ત્રણ મહત્વના નિર્ણયો લીધા હતા. પ્રથમ નિર્ણય એ છે કે અનુભવ જરૂરી ન હોય તેવી ભરતીમાં અંતિમ વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ અરજી કરી શકશે.
બીજો નિર્ણય એ છે કે નિબંધલક્ષી પરીક્ષામાં નિબંધલક્ષી પરિક્ષામાં સારા પરીક્ષક મળે તે માટે પ્રશ્નપત્ર તપાસવાનું મહેનતાણું આયોગ દ્વારા બમણું કરાયું છે. તે સિવાય આ કામ કરવાની ઈચ્છા ધરાવનાર પરીક્ષકો આયોગનો સંપર્ક કરી શકશે. ત્રીજો નિર્ણય છે કે ઈન્ટરવ્યૂ માટે આવનારા ઉમેદવારોને નાસ્તો અને ભોજન પણ અપાશે. જેમાં તેમણે આયોગમાં પરીક્ષા આપવા આવનારા ઉમેદવારો ભૂખ્યા ન રહે તે બાબતનું ધ્યાન રાખીને મહત્વની જાહેરાત કરી હતી. GPSCના ચેરમેન હસમુખ પટેલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ નિર્ણયોની જાણકારી આપી હતી.
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ (GSRTC) દ્વારા વર્ગ-3ની સીધી ભરતી માટેની લાયકાતમાં મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે. હવેથી, GSRTCમાં વર્ગ-3ની નોકરીઓ માટે અરજી કરવા ઇચ્છતા ઉમેદવારો માટે સ્નાતકની ડિગ્રી હોવી ફરજિયાત રહેશે.
અગાઉની લાયકાત
અત્યાર સુધી, ધોરણ 12 પાસ ઉમેદવારો સીધી ભરતી દ્વારા GSRTCમાં ક્લાર્કની નોકરી મેળવી શકતા હતા. જોકે, હવે આ નિયમમાં બદલાવ કરવામાં આવ્યો છે.
નવી લાયકાતનો અમલ
આ ફેરફાર સરકારના સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ ક્રમાંક : ૦.-૦૫/૨૭/૨૦૧૪/કભય/૧૦૨૦૧૪/૮૭/૦, તા.૩૦/૯/૨૦૧૯ અને નિગમના સંચાલક મંડળના ઠરાવ નં.૧૦૦૩૬, તા.૨૯/૧/૨૦૨૪ અનુસાર કરવામાં આવ્યો છે.
GSRTCમાં વર્ગ-3ની ભરતીને લઈ મોટા સમાચાર, સરકારે લાયકાતમાં કર્યો ફેરફાર, જાણો નવો નિયમ
Education Loan Information:
Calculate Education Loan EMI