ગાંધીનગરઃ રાજ્યમાં તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મળતી જાણકારી અનુસાર રાજ્યમાં તલાટી કમ મંત્રીની 3 હજાર 437 જગ્યાઓ પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. તલાટી કમ મંત્રીની ભરતીના ફોર્મ ભરવાની શરૂઆત 28 જાન્યુઆરીથી થઈ ગઈ છે. કરવામાં આવી છે.પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ભરતી અંગેના ફોર્મ 28 જાન્યુઆરીથી https://ojas.gujarat.gov.in/ પરથી ભરી શકાશે. 


કુલ કેટલી જગ્યા બહાર પડી


અમદાવાદમાં 105, અમરેલીમાં 205, આણંદમાં 125, અરવલ્લીમાં 41, બનાસકાંઠામાં 120, ભરૂચમાં 164, ભાવનગરમાં 208, બોટાદમાં 44, છોટાઉદેપુરમાં 85, દાહોદમાં 68, દેવભૂમિ દ્વારકામાં 75, ડાંગમાં 18, ગાંધીનગરમાં 23, ગીરસોમનાથ 93, જામનગરમાં 161, જૂનાગઢ 191, કચ્છણાં 159, ખેડામાં 126, મહીસાગરમા 48, મહેસાણામાં 152 જગ્યા, મોરબીમાં 56, નર્મદામાં 96, નવસારીમાં 64, પંચમહાલમાં 99, પાટણમાં 118, પોરબંદરમાં 44, રાજકોટમાં 188, સાબરકાંઠામાં 42, સુરતમાં 90, સુરેન્દ્રનગરમાં 137, તાપીમાં61, વડોદરામાં 141, વલસાડમાં 90 જગ્યા મળી 3437 જગ્યા માટે ભરતી બહાર પડી છે.


મહત્વપૂર્ણ તારીખ


અરજીની શરૂઆતની તારીખ: 28 જાન્યુઆરી 2022


અરજી કરવાની છેલ્લી તારીખ: 15 ફેબ્રુઆરી 2022


લાયકાત


ઉમેદવારોએ માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી ધોરણ 10મી અથવા 12મીની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ. તેમજ ગુજરાત સિવિલ સર્વિસીસ વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો, 1967 માં સૂચવ્યા મુજબ કમ્પ્યુટરનું મૂળભૂત જ્ઞાન આવશ્યક છે. આ ઉપરાંત ઉમેદવારોને ગુજરાતી કે હિન્દી અથવા બંને ભાષાનું જ્ઞાન હોવું જોઈએ.


વય શ્રેણી


ઉમેદવારની ઉંમર 18 થી 36 વર્ષની વચ્ચે હોવી જોઈએ. વધુ માહિતી માટે, ઉમેદવારો બોર્ડ દ્વારા જારી કરાયેલ સૂચનામાં તપાસ કરી શકે છે.


પસંદગી પ્રક્રિયા


ગ્રામ પંચાયત સચિવની જગ્યા માટે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની પસંદગી પરીક્ષાના આધારે કરવામાં આવશે. આ માટે ઉમેદવારોએ રૂ.100ની અરજી ફી ચૂકવવાની રહેશે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો 28 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકે છે.


આ રીતે અરજી કરો


ઉમેદવારોએ નિયત તારીખ સુધીમાં અધિકૃત વેબસાઇટ (https://ojas.gujarat.gov.in/)ની મુલાકાત લઈને અરજી કરવી જોઈએ, ત્યારબાદ કોઈપણ ઉમેદવારનું ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.


Education Loan Information:

Calculate Education Loan EMI