Government Jobs: ગૌણ સેવા પસંદગી મંડળ એડ નંબર 212 માં 4300 પોસ્ટ ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જુનિયર ક્લાર્ક ,હેડ ક્લાર્ક ,ઓફિસ આસિસ્ટન્ટ સિનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી થશે. 4 જાન્યુઆરી બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન ફોર્મ ભરવાનું શરૂ થશે. તારીખ 31 જાન્યુઆરી રાત્રિના 23-59 સુધી ભરી ફોર્મ ભરી શકાશે. રાત સુધીમાં વેબસાઈટ ઉપર જાહેરાત મુકાઈ જશે અને આવતીકાલના તમામ અખબારોમાં જાહેરાત પ્રસિદ્ધ થશે.


આ મામલે ગૌણસેવા પસંદગી મંડળના સચિવ હસમુખભાઈ પટેલ માહતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, સરકારમાં ખાલી જગ્યાઓ ભરવા સૂચના આપવામાં આવી છે. સરકારનાં ખાતાનાં વડાઓ અને નિગમની વર્ગ 3 ની 4300 થી વધુ ભરતી માટે જાહેરાત કરવામાં આવી છે. ગ્રુપ A અને ગ્રુપ B ની પ્રિલીમ અને ફાઇનલ પરીક્ષા માટે આયોજન કરવામાં આવ્યુ છે.


ફી પરત કરવામાં આવશે


હસમુખ પટેલે જણાવ્યું કે, જનરલ કેટેગરી માટે 500 ફી અને અનામત કેટેગરી માટે 400 ફી નક્કી કરવામાં આવી છે. ઉમેદવારોની ફી ડિપોઝિટ તરીકે લેવામાં આવશે. પરીક્ષા ફી રાખવા માટેનો ઉદ્દેશ સાચા ઉમેદવારો ઉમેદવારી કરે અને પરીક્ષા આપે એવો છે. જે ઉમેદવાર પરીક્ષા આપશે તેમને ફી પરત કરવામાં આવશે. જે ઉમેદવાર પરીક્ષા નહિ આપે તેમની ફી પરત કરવામાં આવશે નહિ. ખોટા ઉમેદવારો ઉમેદવારી નોંધાવે નહિ એવા ઉદ્દેશ થી આ આયોજન કરવામાં આવ્યું છે. જેટલા ઉમેદવારો ઉમેદવારી નોંધાવે એટલું આયોજન કરવામાં મોટો ખર્ચ થયા છે. અનેક પરીક્ષાઓમાં 40 ટકા ઉમેદવારો પરીક્ષામાં હાજર રહ્યા નહિ હોવાનું સામે આવ્યું હતું.
31 જાન્યુઆરી સુધી ઉમેદવારો ઓનલાઇન ફોર્મ ભરી શકશે. 100 માર્કની કોમ્પ્યુટર બેઝ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. સંયુક્ત પરીક્ષામાં પાસ થયા બાદ ઉમેદવારો ની ભરતીનાં 7 ગણા ઉમેદવારોની પરીક્ષા લેવામાં આવશે. આ પરીક્ષાનું આયોજન મે અથવા જૂન મહિનામાં પૂર્ણ કરવાનું આયોજન છે. કોમ્યુટર બેઝ પરીક્ષા હોવાને લઈ પરિણામ ઝડપથી મળી શકે છે. ડિસેમ્બર 2024 સુધીમાં ગ્રુપ Bના ઉમેદવારોને નિમણુક પત્રો આપી દેવા આયોજન છે.


OJASની વેબસાઇટ પર ઓનલાઈન અરજી તારીખ 2 જાન્યુઆરી 2023થી શરૂ થશે અને જે તારીખ 16 જાન્યુઆરી 2023 સુધી કરી શકાશે. સંશોધન મદદનીશ વર્ગ-3 માટે કુલ 99 જગ્યા જ્યારે આંકડા મદદનીશ વર્ગ-3 માટે 89 જગ્યા પર ભરતી માટે અરજી મંગાવવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પરીક્ષા પદ્ધતિની વાત કરીએ તો એક તબક્કામાં MCQ પ્રકારના પ્રશ્નોવાળી CBRT સ્પાર્ધાત્મક પરીક્ષા ઉમેદવારે આપવાની રહેશે.


કેટલો મળશે પગાર               


સંશોધન મદદનીશ વર્ગ – 3 માટે માસિક 49,600 રૂપિયા અને આંકડા મદદનીશ વર્ગ 3 માટે 40,800 રૂપિયા પગાર મળશે. બંને વર્ગ માટે પ્રથમ પાંચ વર્ષ સુધી ફિક્સ પગાર મળશે.


Education Loan Information:

Calculate Education Loan EMI