Gujarat Board 12th Result 2024: ગુજરાત બોર્ડ (Gujarat Board) ધોરણ-12 (12th Result 2024)વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થઈ ગયું છે. વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ gseb.org પર જઈને પરિણામ જોઈ શકે છે.


અહીં પર ક્લિક કરીને પરિણામ જાણો...


આ ઉપરાંત વિદ્યાર્થીઓ વોટ્સઅપ પર પણ પોતાનું રિઝલ્ટ જોઈ શકશો. જેના માટે 635 730 0971 પર બેઠક ક્રમાંક લખીને મોકલવાનું રહેશે, જ્યાં તમે પરિણામ જોઈ શકશો.


રાજ્યમાં 12 વિજ્ઞાન પ્રવાહનું 82.45 ટકા પરિણામ. ગયા વર્ષે 65.58 ટકા પરિણામ વિજ્ઞાન પ્રવાહનું હતું.


રાજ્યમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 91.93 ટકા.


ગુજરાત બોર્ડ (Gujarat Board) ધોરણ 12ના ત્રણેય પ્રવાહો એટલે કે કોમર્સ, આર્ટસ અને સાયન્સનું પરિણામ એક સાથે જાહેર કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓ તેમના એડમિટ કાર્ડમાં આપેલા રોલ નંબર અને રોલ કોડની મદદથી પરિણામ જોઈ શકે છે.


ઉલ્લેખનિય છે કે વિદ્યાર્થીઓએ પરીક્ષાની માર્કટસીટ મેળવવા માટે ક્યા સમયે જવું તે અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવશે, ઉપરાંત પેપરના રિએસએસમેન્ટ માટેની તારીખ પણ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવશે, ઉલ્લેખનિય છે કે, 2024માં યોજાયેલી ઉચ્ચતર માધ્યમિક પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ 12 – વિજ્ઞાન પ્રવાહ, સામાન્ય પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, ગુજકેટ 2024 અને સંસ્કૃત માધ્યમના પરિણામ પણ 9 મે, 2024ના રોજ સવારે 9 વાગે જાહેર થશે.


પ્રથમ વખત ૧૨ સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એક સાથે જાહેર થશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં ૧,૩૧,૯૮૭ વિદ્યાર્થીઓ નોધાયા હતાં. ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં ૪,૮૯,૨૭૯ વિદ્યાર્થીઓ નોધાયા હતાં.


નોંધનિય છે કે, ગુજરાત બોર્ડ (Gujarat Board)ની ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 11 માર્ચે યોજવામાં આવી હતી. જે 26 માર્ચ સુધી ચાલી હતી. આ વખતે કુલ 6,30,352 વિદ્યાર્થીઓએ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જેમા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 1,32,073, ધોરણ 12 સામાન્ય પ્રવાહના 4,98,279 વિદ્યાર્થીઓ હતા. તો ગુજકેટ માટે 1,37,700 વિદ્યાર્થીઓ હતા.    


ગુજરાત બોર્ડ (Gujarat Board)ની ધોરણ 12ની પરીક્ષામાં કુલ 4.77 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. પરીક્ષાઓ 11 માર્ચથી 22 માર્ચ, 2024 દરમિયાન લેવાઈ હતી. પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ નીચે આપેલા સરળ પગલાંને અનુસરીને માર્કશીટ ચકાસી શકે છે.


આ રીતે માર્કશીટ ડાઉનલોડ કરો


ગુજરાત બોર્ડ (Gujarat Board)નું પરિણામ જાહેર થયા પછી, વિદ્યાર્થીઓ પ્રથમ સત્તાવાર વેબસાઇટ gseb.org પર જાય છે. વેબસાઈટ પર જતા જ રિઝલ્ટ વિકલ્પ દેખાશે. રિઝલ્ટ ઓપ્શન પર જાઓ અને ગુજરાત બોર્ડ (Gujarat Board) એચએસસી પરિણામ 2024 માટે પરિણામ ચેક કરોની લિંક પર ક્લિક કરો. આ પછી રોલ નંબર અને જન્મ તારીખની મદદથી લોગિન કરો. લોગ ઇન કર્યા પછી, પરિણામ સ્ક્રીન પર ખુલશે. પરિણામ તપાસ્યા પછી, પ્રિન્ટ લો.


Education Loan Information:

Calculate Education Loan EMI