અમદાવાદ : ગુજરાતમાં શિક્ષણ કાર્ય રાબેતા મુજબ થઈ ગયું છે. પ્રાથમિક, માધ્યમિક તમામ વર્ગો કોરોનાના ખતરા વચ્ચે શરૂ થઈ ગયા છે. આ દરમિયાન રાજ્યની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં ધો.9થી12માં  દ્વિતિય એકમ કસોટીનો કાર્યક્રમ બોર્ડ દ્વારા જાહેર કરવામા આવ્યો છે. જે મુજબ 29 ડિસેમ્બરથી બે તબક્કામાં પરીક્ષા લેવાશે.શાળા કક્ષાએ જ ઓફલાઈન મોડમાં પરીક્ષા લેવા પરિપત્ર જાહેર કરવામા આવ્યો છે.


બે તબક્કામાં યોજાશે દ્વિતિય કસોટી


ધો.9થી12માં 29મીથી 30મી સુધી પ્રથમ તબક્કામાં અને 6થી7 જાન્યુઆરી સુધી બીજા તબક્કામાં દ્વિતિય એકમ કસોટી સ્કૂલોમાં લેવાશે.ગુજરાત શિક્ષણ બોર્ડે તમામ ડીઈઓને પરિપત્ર કરી સૂચના આપી છે કે સરકારે તમામ સ્કૂલોમાં શિક્ષણકાર્ય શરૂ કરવા મંજૂરી આપી હોવાથી શાળા કક્ષાએ એકમ કસોટીનું આયોજન કરવાનું રહેશે.


કઈ રીતે લેવાની રહેશે પરીક્ષા


ગુજરાત રાજ્ય પાઠય પુસ્તક મંડળ દ્વારા પ્રકાશિત પાઠયપુસ્તકના આધારે જ એકમ કસોટીનું આયોજન કરવાનું રહેશે. ધો.9 અને 10માં ગુજરાતી, ગણિત, વિજ્ઞાાન તથા સામાજિક વિજ્ઞાાન અને  ધો.11-12માં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, અને બાયોલોજી તેમજ અંગ્રેજી તથા એકાઉન્ટ ,અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્ર સહિતના વિષયની એકમ કસોટીના પ્રશ્નપત્રો બોર્ડ કક્ષાએથી તૈયાર કરવાના હોવાનું પરિપત્રમા જણાવ્યુ છે.


જો કે બોર્ડે અગાઉ બીજી સત્રાંત કસોટી માટે તમામ વિષયોના પેપરો સ્કૂલ લેવલથી જ તૈયાર કરી પરીક્ષા લેવાની અને પોતાની રીતે સ્કૂલનો પરીક્ષા લેવાની મંજૂરી આપી દીધી છે. ધો.9થી12ના અન્ય વિષયના પરશ્નપત્રો શાળાએ તૈયાર કરી 15 જાન્યુઆરી સુધીમાં શાળા કક્ષાએ જ એકમ કસોટી લેવાની રહેશે.


GTU 9 નવા કોર્સ શરૂ કરશે


જીટીયુની એકેડમિક કાઉન્સિલની મળેલી મીટિંગમાં આગામી વર્ષથી શરૂ થનારા નવા નવ કોર્સને મંજૂરી અપાઈ હતી. જેમાં બી.ઈ ઈન આર્ટિફિશિયલ ઈન્ટિલિજેન્સ એન્ડ મશીન લર્નિગ, બીએસસી ડિઝાઈન, બી.ફાર્મ, એમબીએ ઈન્ટિગ્રેટેડ,પોસ્ટ ગ્રેજ્યુટ ડિપ્લોમા ઈન હોસ્પિટલ મેનેજમેન્ટ,એમ.ઈ ઈન આર્ટિફિશિયલ ઈન્ટિલિજેન્સ એન્ડ ડેટા સાયન્સ, એમએસસી બાયો ઈન્ફોર્મેટિક્સ અને એમએસસી ઈન્ટિગ્રેટેડ ઈન બાયો ટેકનોલોજી તેમજ એમ.ઈ ઈન સ્ટ્રકચરલ એન્જિનિયરિંગનો કોર્સ શરૂ થશે. યુજી લેવલના ત્રણ અને પીજી લેવલના છ કોર્સ છે.આ કોર્સમાં ફાર્મસીના કોર્સને ફાર્મસી કાઉન્સિલ દ્વારા અને એમ.ઈ તથા બી.ઈના કોર્સીસને એઆઈસીટીઈ દ્વારા મંજૂરી અપાઈ છે. જ્યારે બીએસસી અને એમ.એસસીના કોર્સને યુજીસી દ્વારા મંજૂરી અપાઈ છે.


Education Loan Information:

Calculate Education Loan EMI