Gujarat Board Exam: ગુજરાતમાં બૉર્ડની પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ગુજરાત શિક્ષણ બૉર્ડે નવું શૈક્ષણિક કેલેન્ડર જાહેર કર્યુ છે. જેમાં પહેલીવાર માર્ચને બદલે ફેબ્રુઆરીમાં બોર્ડની પરીક્ષાઓ યોજવાની વાત સામે આવી છે. આ વખતે વર્ષ 2025માં ધોરણ 10 અને 12ની બૉર્ડની પરીક્ષા વહેલી લેવાશે. ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા આગામી 27 ફેબ્રુઆરીથી શરૂ થશે. ધોરણ 9 થી 12માં પ્રથમ સત્ર પરીક્ષા આ વખતે 14 ઓક્ટોબરથી શરૂ થશે. ખાસ વાત છે કે, આ વર્ષે સ્કૂલોમાં 243 શિક્ષણના દિવસો રહેશે અને 80 રજાઓ રહેશે.
મળતી માહિતી પ્રમાણે, ગુજરાતમાં ધોરણ 10 અને ધોરણ 12ના બૉર્ડના વિદ્યાર્થીઓ મોટા સમાચાર સામે આવ્યા છે. આ વર્ષનું શિક્ષણ બોર્ડનું એકેડેમિક કેલેન્ડર જાહેર થયુ છે. જે અંતર્ગત પ્રથમ સત્ર 108 દિવસનું રહેશે અને 28 ઓક્ટોબરથી દિવાળી વેકશન પડશે, પહેલી વખત બોર્ડની પરીક્ષા માર્ચને બદલે ફેબ્રુઆરીમાં લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વળી, નવા કેલેન્ડર પ્રમાણે, સ્કૂલોની વાર્ષિક પરીક્ષા 7 એપ્રિલથી શરૂ થશે, બોર્ડની પરીક્ષા આગામી 27મી ફેબ્રુઆરીથી 13મી માર્ચ, 2025 દરમિયાન યોજાશે.
નવા શૈક્ષણિક કેલેન્ડર પ્રમાણે, પ્રથમ સત્રના 108 દિવસો તેમજ દ્વિતીય સત્રના 135 દિવસો નિર્ધારિત કરવામાં આવ્યા છે, જ્યારે બંન્ને સત્રના કુલ 237 કાર્યના દિવસો છે, 21 દિવસોનુ દિવાળીનુ વેકેશન 28મી ઓક્ટોબરથી શરૂ થશે, જ્યારે 35 દિવસોનું ઉનાળાનુ વેકેશન પાંચમી મેથી શરુ થશે, ધોરણ 9 અને 11ની શાળાકીય વાર્ષિક પરીક્ષા 7મીથી 19મી એપ્રિલ, 2025 દરમિયાન યોજાશે. પ્રથમ અને દ્વિતીય શૈક્ષણિક સત્રમાં કુલ મળીને 21 દિવસોની જાહેર રજા રહેશે, જ્યારે 6 દિવસોની સ્થાનિક રજા રહેશે.
Education Loan Information:
Calculate Education Loan EMI