Gujarat University Online Courses: ગુજરાત યુનિવર્સિટી દ્વારા ઓનલાઇન અભ્યાસક્રમો ભણાવવાની જાહેરાત કરવામાં આવી છે.  જે સંદર્ભે વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ બાબત સામે આવી છે. યુનિવર્સિટી દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આગામી શૈક્ષણિક વર્ષથી ઓનલાઇન અભ્યાસક્રમ પ્રાયોગિક ધોરણે હશે, જેથી વિદ્યાર્થીઓને તેમાં એક પણ રૂપિયો ફી ભરવાનો વારો નહીં આવે. મતલબ કે વિનામૂલ્ય એક વર્ષ સુધી વિદ્યાર્થીઓ અભ્યાસ કરી શકશે.


યુનિવર્સિટી દ્વારા ઓસ્ટ્રેલિયા સ્થિત એક ખાનગી એજન્સી સાથે કરાર કર્યા છે, જે સંદર્ભે એક વર્ષ માટે એજન્સી પણ યુનિવર્સિટી પાસે ફી નથી વસૂલવાની. જેથી યુનિવર્સિટી પણ વિદ્યાર્થીઓ પાસે ફી નહીં વસૂલે. ઓસ્ટ્રેલિયાની એજન્સી હાલ 122 જેટલી યુનિવર્સિટી અને શૈક્ષણિક સંસ્થાઓ ના વિદ્યાર્થીઓ માટે ઓનલાઇન અભ્યાસક્રમનું પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે.


હાલ ઓનલાઇન સ્ટડીના અર્થઘટન સંદર્ભે લોકોમાં અલગ અલગ પ્રકારની માન્યતાઓ જોવા મળે છે. જોકે યુનિવર્સિટીનો દાવો છે કે પરંપરાગત રીતે ઓફલાઈન છે. ગ્રેજ્યુએશન કક્ષા અને માસ્ટર કક્ષાના અભ્યાસક્રમો ભણાવવામાં આવે છે એ જ રીતે વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવામાં આવશે.


ગુજરાત યુનિવર્સિટીએ ત્રણ ગ્રેજ્યુએશન અને ત્રણ પોસ્ટ ગ્રેજ્યુએશન કક્ષાના ઓનલાઇન અભ્યાસક્રમ શરૂ કરશે. જે માટે વર્ષમાં બે વાર ઓનલાઇન અભ્યાસક્રમ માટે પ્રવેશ પ્રક્રિયા થશે. પ્રવેશ પ્રક્રિયાથી લઈને અભ્યાસ અને પરિણામ સુધીની તમામ પ્રક્રિયા ઓનલાઈન થશે. ગ્રેજ્યુએશન લેવલ પર અંગ્રેજી સાથે B.A , B.com જનરલ, BCA,પોસ્ટ ગ્રેજ્યુએશન લેવલના અંગ્રેજી સાથે MA, M.com જનરલ, M.sc ગણિત વિષય ના ઓનલાઇન અભ્યાસક્રમની શરૂઆત થશે. ઓનલાઇન અભ્યાસક્રમ કરનાર વિદ્યાર્થીઓને રેગ્યુલર અભ્યાસક્રમની સમકક્ષ ડિગ્રી મળશે.


Education Loan Information:

Calculate Education Loan EMI