AHMEDABAD : આગામી 28 માર્ચથી ગુજરાત બોર્ડની ધોરણ-10ની પરીક્ષાઓ શરૂ થઇ રહી છે. આ પરીક્ષા માટે આજે એટલે કે 19 માર્ચથી હોલટિકિટ ડાઉનલોડ થવાની શરૂઆત થઇ ગઈ છે. આ પરીક્ષા માટે વિદ્યાર્થીઓ આજથી બોર્ડની વેબસાઈટ પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે. વિદ્યાર્થી બોર્ડની વેબસાઈટ Gseb.org પરથી હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશે.
ગુજરાતમાં 28 માર્ચથી ધોરણ-10ની પરીક્ષા
આ વર્ષે રાજ્યના શિક્ષણ બોર્ડ દ્વારા 28 માર્ચ થી 12 એપ્રિલ દરમિયાન ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે. ધોરણ 10માં પ્રથમ વખત ગણિતની 2 પરીક્ષા અલગ-અલગ દિવસે લેવામાં આવશે. જે પૈકી 30 માર્ચે બેઝીક ગણિત અને 31મીં માર્ચના રોજ સ્ટાન્ડર્ડ ગણિતની પરીક્ષા લેવામાં આવશે.
ગયા વર્ષે રદ્દ થઇ હતી પરીક્ષા
શૈક્ષણિક વર્ષ 2020-21માં કોરોના મહામારીના પગલે ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાના વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા માસ પ્રમોશન આપવામાં આવ્યું હતું. જેના કારણે પરીક્ષા લેવાઈ નહતી. 2 વર્ષ બાદ આ વખતે બોર્ડની પરીક્ષા યોજાઈ રહી છે. આ વખતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં 14 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.
ગુજકેટ પરીક્ષાની તારીખ થઈ જાહેર
કોરોનાકાળમાં જેમ લોકોના સ્વાસ્થ્ય અને વેપાર ધંધામાં અસર થઈ છે તેમ વિદ્યાર્થીઓના અભ્યાસમાં પણ માઠી અસર થઈ છે. અનેક પરીક્ષાઓ કોરોનાકાળમાં સ્થગિત કરવામાં આવી હતી.હવે જેમ જેમ કોરોનાના કેસો ઓછા થઈ રહ્યા છે તેમ તેમ શિક્ષણ કાર્ય રાબેતા મુજબ ચાલું થઈ ગયું છે અને તેને લગતી પરીક્ષાઓ પણ લેવામાં આવી રહી છે. આજે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ગુજકેટ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે.
ગુજકેટની પરક્ષી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ બાદ ડિગ્રી ડિપ્લોમા, ડિગ્રી એન્જિનિરીંગ અને ફાર્મસીના પ્રવેશ માટે લેવામાં આવે છે. ધોરણ 12 (10+2)પછી વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેવા માટે વર્ષ 2017થી કોમન એન્ટ્રેસ ટેસ્ટ તરીકે ગુજકેટ પરીક્ષા ફરજીયાત કરવામાં આવી છે. જેથી આ વર્ષે રાજ્યમાં ડિગ્રી એન્જિનિરિંગ, ડિગ્રી ડિપ્લોમાં ફાર્મસી અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે વિજ્ઞાન પ્રવાહના ગ્રુપ-એ, ગ્રુપ-બી અને ગ્રુપ એ,બીના વિદ્યાર્થીઓની ગુજકેટની પરીક્ષા 18 એપ્રિલ સોમવારના રોજ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગાંધીનગર દ્વારા લેવામાં આવશે. ગુજકેટની પરીક્ષ 18 એપ્રિલને સોમવારના રોજ સવારે 10થી 4 વાગ્યા દરમિયાન જિલ્લા કેન્દ્રો ખાતે લેવામા આવશે.
Education Loan Information:
Calculate Education Loan EMI