ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા લેવાયેલ ધોરણ 12 સામાન્ય તેમજ વિજ્ઞાન પ્રવાહનું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર કરવામાં આવ્યું છે. પરિણામને લઈ વિદ્યાર્થીઓ ઉત્સાહિત છે. હવે સવાલ એ છે કે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ હવે ક્યાં કોર્સ કરવા જોઈએ જેથી સરળતાથી નોકરી અને સારુ પેકેજ મળી શકે છે. 

એન્જિનિયરિંગ

વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ 12મા ધોરણ પછી એન્જિનિયરિંગ ક્ષેત્રમાં પોતાની કારકિર્દી બનાવી શકે છે. આ માટે વિદ્યાર્થીઓએ એન્જિનિયરિંગમાં સ્નાતકની ડિગ્રી મેળવવી પડશે. એન્જિનિયરિંગમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, ઇલેક્ટ્રોનિક એન્જિનિયરિંગ, બાયોટેકનોલોજી એન્જિનિયરિંગ, મેડિકલ એન્જિનિયરિંગ જેવા ઘણા પ્રકારના અભ્યાસ છે જે વિદ્યાર્થીઓ તેમની પસંદગી અનુસાર પસંદ કરી શકે છે. અભ્યાસ પછી, શરૂઆતમાં તમને લગભગ 5 લાખથી 7 લાખ રૂપિયાનું પેકેજ મળી શકે છે. જોકે શાખા અને ગુણ પણ તેના પર આધાર રાખે છે.

મેડિકલ ક્ષેત્ર 

દરેક વ્યક્તિ જાણે છે કે તબીબી ક્ષેત્ર એવું છે જેમાં ક્યારેય મંદી આવતી નથી, તેથી જ હંમેશા નવી તકો આવતી રહે છે. જો તમે સારા પગાર સાથે અથવા ઉચ્ચ આવક સાથે  આ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હોય તો ફાર્મસી તમારા માટે એક સારો વિકલ્પ બની શકે છે. તમને જણાવી દઈએ કે ફાર્મસીમાં બેચલર ડિગ્રી ચાર વર્ષનો કોર્ષ છે. આ કોર્ષ પછી, તમને લગભગ 5 લાખ રૂપિયાથી 12 લાખ રૂપિયાનું પેકેજ મળી શકે છે.

બેચલર ડિગ્રી ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન્સ

બેચલર ડિગ્રી ઇન કોમ્પ્યુટર એપ્લિકેશન્સ કોર્સમાં પ્રોગ્રામિંગ શીખવવામાં આવે છે, જે આજના સમયમાં ખૂબ જ જરૂરી છે. આ કોર્ષ ત્રણ વર્ષનો છે. આ કર્યા પછી, તમને શરૂઆતમાં એક સારી નોકરી મળી શકે છે અને વાર્ષિક 7 લાખથી 10 લાખ રૂપિયાનો પગાર મળી શકે છે.

બિઝનેસ એડમિનિસ્ટ્રેશન

બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં સ્નાતકનો કોર્સ એક ઉત્તમ અને સારા પગારવાળો કોર્સ માનવામાં આવે છે જે વ્યવસાયનું સંચાલન કેવી રીતે કરવું તે શીખવે છે. આ કોર્ષ પણ ત્રણ વર્ષનો છે. આજકાલ આ કોર્ષની ઘણી માંગ છે અને તેનાથી સારી નોકરી પણ મળી શકે છે. આ કોર્ષ પછી વિદ્યાર્થીઓ MBA પણ કરી શકે છે.

આર્કિટેક્ચર કોર્સમાં બેચલર ડિગ્રી

12  સાયન્સના વિદ્યાર્થીઓ આર્કિટેક્ચર કોર્સમાં બેચલર ડિગ્રી પણ પસંદ કરી શકે છે. આ કોર્ષમાં, ઘર અને ઇમારતોનું આયોજન, ડિઝાઇન અને બાંધકામ શીખવવામાં આવે છે. ડિગ્રી મેળવ્યા પછી, બાળકો આર્કિટેક્ચર કંપનીઓમાં કામ કરી શકે છે. આ કોર્ષ 4 વર્ષનો છે. આ પછી, શરૂઆતમાં તમને લગભગ 6 લાખ રૂપિયાથી 8 લાખ રૂપિયાનું પેકેજ મળી શકે છે. 


Education Loan Information:

Calculate Education Loan EMI