How to become astronaut in India: જો તમને ચંદ્ર પર જવાનો કે તેના રહસ્યોને ઉકેલવા માટે અવકાશમાં જવાનો શોખ છે, તો તમે અવકાશયાત્રી તરીકે કારકિર્દી શરૂ કરી શકો છો. આ માટે એક ખાસ પ્રકારનો અભ્યાસ કરવો પડે છે, અને સાથે જ તમારામાં કેટલાક ગુણ હોવા પણ જરૂરી છે, ગુણો હશે તો જ તમે આ ક્ષેત્રમાં સારી એન્ટ્રી કરી શકો છો. આજે જાણીએ આ ક્ષેત્ર વિશે..... 


શું અભ્યાસ કરવાનો હોય છે ?
આ ક્ષેત્રમાં જવા માટે ઉમેદવારે ગણિત વિષય સાથે 12મું પાસ કરેલ હોવું જોઈએ. આ પછી ગ્રેજ્યૂએટ અને પૉસ્ટ ગ્રેજ્યૂએટ કૉર્સ કરી શકાય છે. આ અભ્યાસક્રમો એરોનૉટિક્સ, એસ્ટ્રૉફિઝિક્સ, એવિએશન, એરૉસ્પેસ, એરોનૉટિકલ એન્જિનિયરિંગ વગેરે જેવા કેટલાય વિષયોમાં કરી શકાય છે. સાયન્સ અને એન્જિનિયરિંગમાંથી સ્નાતક થયેલા ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે.


આ ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ થવા માટે ઉમેદવાર પાસે વિજ્ઞાનનું સારું જ્ઞાન એટલે કે ભૌતિક, રસાયણશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર, તેમજ એન્જિનિયરિંગ, ટેક્નોલૉજી અને ગણિતનું સારું જ્ઞાન હોવું જરૂરી છે.


કઇ રીતે થાય છે સિલેક્શન - 
આ અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે તમારે પ્રવેશ પરીક્ષા આપવી પડશે. જેમ કે તમે JEE Mains, JEE Advanced, GATE, IIT JAM જેવી પરીક્ષાઓ આપી શકો છો. તમારી પસંદગી કેવી હશે તે સંસ્થા પર નિર્ભર છે. જો તમે ઈચ્છો તો પીજી પછી પીએચડી પણ કરી શકો છો.


પરીક્ષા પાસ કર્યા પછી તમે ઘણીબધી જગ્યાએથી અભ્યાસક્રમો કરી શકો છો, જેમાં મુખ્ય છે IIT કાનપુર, મદ્રાસ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલૉજી, IIST તિરુવનંતપુરમ અને અન્ના યૂનિવર્સિટી વગેરે.


આ ખુબીઓનું હોવું જરૂરી છે - 
અવકાશયાત્રી બનવા માટે ઉમેદવારમાં લવચીક હોવાના ગુણો અને પરિસ્થિતિઓ અનુકૂળ ના હોય ત્યારે પણ ટકી રહેવાની ક્ષમતા હોવી જરૂરી છે. અવકાશમાં જતા પહેલા તેને ઓછામાં ઓછી બે વર્ષની તાલીમ લેવી પડશે. આમાં ઉમેદવાર જમીની વાતાવરણથી અલગ નવા વાતાવરણમાં કેવી રીતે જીવી શકે તે શીખવવામાં આવે છે.


આ સાથે આ ક્ષેત્રમાં પ્રવેશવા માટે અંગ્રેજી ભાષાનું જ્ઞાન ખૂબ જ જરૂરી છે. જેઓ અંગ્રેજી સારી રીતે જાણે છે તેમને પ્રાધાન્ય આપવામાં આવે છે. જો અન્ય કોઈ વિદેશી ભાષા પણ જાણીતી હોય, તો તે વધારાના ફાયદા તરીકે ગણવામાં આવે છે.


ક્યાં મળે છે આ કામ અને કેટલી હોય થાય છે કમાણી  - 
કૉર્સ પૂરો કર્યા પછી તમે ISRO, NASA અને SpaceX જેવી જગ્યાએ કામ કરી શકો છો. અહીં ફરીથી પસંદગી માટે પરીક્ષાના ઘણા રાઉન્ડ આપવા પડે છે. આ ઉપરાંત શારીરિક અને માનસિક રીતે ફિટ રહેવું પણ ખૂબ જ જરૂરી છે.


પગાર પૉસ્ટ, સંસ્થા અને અનુભવ અનુસાર હોય છે. સામાન્ય રીતે કહીએ તો, ઉમેદવાર શરૂઆતમાં 10 થી 12 લાખ રૂપિયા અને પછીથી 50 થી 60 લાખ રૂપિયા સરળતાથી કમાઈ શકે છે.


 


 


Education Loan Information:

Calculate Education Loan EMI