Career in Automobile Sector: કાર ખરીદવાનું દરેક વ્યક્તિનું સપનું હોય છે. પરંતુ કાર બનાવવાનું સપનું ભાગ્યે જ કોઈ જોતું હોય છે. ભારતમાં કુદકે ને ભુસકે કારની સંખ્યા વધી રહી છે. એક રિપોર્ટ પ્રમાણે આવનારા સમયમાં કારની સંખ્યા હજી પણ અનેક ઘણી વધી શકે છે. આવી સ્થિતિમાં આ સેકટરમાં રોજગારી પણ અનેક ગણી વધશે. તો શા માટે એવો અભ્યાસ ના કરવો કે જેથી કરીને ભવિષ્યમાં તમે વિશ્વની ટોચની કાર બનાવતી ઓટોમોબાઈલ કંપનીઓમાં નોકરી મેળવી શકો. તો આજે અમે તમને ને કેટલાક એવા કોર્સ વિશે જણાવીશું જે કર્યા બાદ તમે કોઈપણ ઓટોમોબાઈલ કંપનીમાં સારી નોકરી મેળવી શકો છો.


ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ


જો તેમ B.Tech માં એડમિશન લેવા જાવ તો તમને સ્પેશિયલાઇઝેશન પસંદ કરવાનું કહેવામાં આવે છે. મોટાભાગના બાળકો કમ્પ્યુટર સાયન્સ અથવા ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ પસંદ કરે છે. પરંતુ જો તમે ભવિષ્યમાં કાર મેન્યુફેક્ચરિંગ કંપનીમાં કામ કરવા માંગતા હોવ તો ઓટોમોબાઈલ સ્પેશિયલાઇઝેશન સાથે તમારું B.Tech પૂરૂ કરવું જોઈએ. જો કે ઘણી વખત જે કોલેજમાંથી અભ્યાસ કરો છો ત્યાં ઓટોમોબાઈલમાં વિશેષતા હોતી નથી. આ સ્થિતિમાં જો કૉલેજ બદલવાનો વિકલ્પ ન હોય તો તમે તમારો આગળનો અભ્યાસ એટલે કે M.Tech એવી કૉલેજમાંથી કરી શકો છો જ્યાં ઑટોમોબાઈલ સ્પેશિયલાઇઝેશન હોય.


ITI કર્યા પછી પણ કરી શકે છે નોકરી 


જરૂરી નથી કે તમે ઓટોમોબાઈલમાંથી એન્જિનિયરિંગ કર્યું હોય તો જ તમને કાર મેન્યુફેક્ચરિંગ કંપનીઓમાં નોકરી મળશે. જો તમે સારી કોલેજમાંથી ITI કરી હોય તો પણ તમે કાર મેન્યુફેક્ચરિંગ કંપનીમાં નોકરી મેળવી શકો છો. જો કે આ નોકરી એન્જિનિયરના રેન્કથી નીચે હશે પરંતુ તેમાં પગાર ધોરણ ઘણું સારૂ છે. દેશમાં આવી ઘણી આઈટીઆઈ કોલેજો છે જ્યાં આ ઓટોમોબાઈલ કંપનીઓ દર વર્ષે પ્લેસમેન્ટ માટે જાય છે. તેથી ITIમાં પ્રવેશ લેતી વખતે એ વાતની ખાતરી જરૂરથી કરો કે તમે તે જ કોલેજમાં અભ્યાસ કરો છો ત્યાં આવી કંપનીઓ નોકરી માટે વાર્ષિક ધોરણે આવે છે કે કેમ?


કાર ડિઝાઇનિંગ કોર્સ


કાર બનાવવાનો અર્થ એ નથી કે તમે તેના માળખાને એસેમ્બલ કરો અથવા તેના નાના ભાગો બનાવી શકશો. હકીકતે કાર એ જ લોકો દ્વારા બનાવવામાં આવે છે જે તેને ડિઝાઇન કરે છે. તમે જે કારને રસ્તા પર દોડતી જુઓ છો તે ડિઝાઇનર દ્વારા ડિઝાઇન કરવામાં આવેલી હોય છે. તેમાં ઉપયોગમાં લેવાતા તમામ પાર્ટ્સ પણ પહેલા ડિઝાઇનર દ્વારા ડિઝાઇન કરવામાં આવે છે. અને ત્યારબાદ તે કંપનીઓમાં તૈયાર કરવામાં આવે છે. બાદમાં આખે આખી કાર એસેમ્બલ થાય છે. જો તમે ઇચ્છો તો કાર ડિઝાઇનિંગનો ડિપ્લોમા કોર્સ પણ કરી શકો છો. અથવા તમે તેને તમારા BTech અને MTech પ્રોગ્રામમાં પણ શીખી શકો છો.


Education Loan Information:

Calculate Education Loan EMI