IB Recruitment 2023 Important Notice: ભારતીય ગુપ્તચર એજન્સીએ થોડા સમય પહેલા બમ્પર પોસ્ટની ભરતી માટે એક જાહેરાત પ્રકાશિત કરી હતી. IBએ આ ખાલી જગ્યાઓ અંગે ફરી એક નવું અપડેટ જારી કર્યું છે. આ અંતર્ગત આ પોસ્ટની નોંધણીની તારીખ અને છેલ્લી તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. જૂના સમયપત્રક મુજબ આ ખાલી જગ્યાઓ માટે 21 જાન્યુઆરીથી અરજી શરૂ થવાની હતી, પરંતુ તેમ થયું નહોતું. હવે આ માટે રજીસ્ટ્રેશન 28 જાન્યુઆરી 2023થી શરૂ થશે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માગે છે, તેઓએ આ નવી તારીખની નોંધ લેવી. 


છેલ્લી તારીખ પણ બદલાઈ


નોંધણીની તારીખ સાથે, ગૃહ વિભાગે અરજી કરવાની છેલ્લી તારીખમાં પણ ફેરફાર કર્યો છે. અગાઉ અરજી કરવાની છેલ્લી તારીખ 10 ફેબ્રુઆરી 2023 હતી, જે હવે બદલીને 17 ફેબ્રુઆરી 2023 કરવામાં આવી છે. આ અંગે માહિતી મળી રહી છે કે કેટલીક ટેકનિકલ સમસ્યાના કારણે આ તારીખ બદલવામાં આવી છે. હવે નવી તારીખો અનુસાર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.


આ જગ્યાઓ ભરવામાં આવશે


આ ભરતી પ્રક્રિયા હેઠળ મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ અને સુરક્ષા સહાયક/કાર્યકારીની કુલ 1675 જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવાની ક્ષમતા અને ઈચ્છા ધરાવતા હોય તેઓ અરજી લિંક સક્રિય થયા પછી અરજી કરી શકે છે.


અહીંથી કરો અરજી


ઈન્ટેલિજન્સ બ્યુરોની આ પોસ્ટ માટે માત્ર ઓનલાઈન અરજી કરી શકાય છે. આ માટે તમારે ગૃહ મંત્રાલયની વેબસાઈટ પર જઈને અરજી કરવાની રહેશે જેના હેઠળ આ વિભાગ આવે છે. આ કરવા માટે, સત્તાવાર વેબસાઇટનું સરનામું છે – mha.gov.in.


અન્ય મહત્વપૂર્ણ માહિતી


આ ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી લેખિત કસોટી, કૌશલ્ય કસોટી અને ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 18 થી 27 વર્ષની વચ્ચે હોવી જોઈએ. અનામત વર્ગને સરકારના નિયમો મુજબ વયમાં છૂટછાટ મળશે. શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ તો આ ભરતીઓ માટે ઉમેદવારનું માન્ય બોર્ડમાંથી 10મું પાસ હોવું જરૂરી છે. અન્ય લાયકાતો પણ છે, જે પૂર્ણ કરવી આવશ્યક છે.


સરકારના ઇન્ટેલિજન્સ વિભાગમાં મોટી ભરતી, પગાર દોઢ લાખથી વધુ, 56 વર્ષ સુધી કરી શકાશે અરજી, જાણો ડિટેલ


ગૃહ મંત્રાલય અંતર્ગત એક મોટી આંતરિક સુરક્ષા એજન્સી ઇન્ટેલિજન્સ બ્યૂરોએ (IB) સહાયક કેન્દ્રીય ગુપ્તચર અધિકારી-I / કાર્યકારી, ACIO-II / કાર્યકારી, JIO-I / કાર્યકારી, JIO-II/ કાર્યકારી, હલવાઇ-સહ-કૂક, કાર્યવાહક અને અન્ય પદો માટે 776 જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે. ભરતી માટેનુ સરકારી નૉટિફિકેશન જાહેર થઇ ગયુ છે. 


IB ACIO-II/Tech 2022 પૉસ્ટ ભરતી માટે પસંદગી પ્રક્રિયામાં ગેટ સ્કૉર અને ઇન્ટરવ્યૂના માધ્યમથી ઉમેદવારોનુ શૉર્ટલિસ્ટ કરવાનુ સામેલ હશે. આ ભરતી માટે નૉટિફિકેશન આજે 7 જુલાઇ 2022 એ જાહેર કરવામાં આવ્યુ છે. આ માટે અરજી પ્રક્રિયા પણ જલદી શરૂ થઇ જશે. વળી, આ માટે ઓનલાઇન અરજી પ્રક્રિયા ઓગસ્ટમાં બંધ થઇ જશે. આ પદો પર ભરતી માટે મેક્સિમમ ઉંમર મર્યાદા 56 વર્ષની રાખવામાં આવી છે. વળી આ ભરતી પ્રક્રિયામાં કેન્ડિડેટ્સને સરકારી નિયમો પ્રમાણે, મેક્સિમમ ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે. 


 


Education Loan Information:

Calculate Education Loan EMI