Ahmedabad: ધ ઈન્સ્ટિટયુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા જીએમડીસી કન્વેશન સેન્ટર ખાતે મે-2022માં લેવાયેલી સીએ ફાયનલની પરીક્ષામાં પાસ થયેલા નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ માટે પદવીદાન સમારંભ યોજવામાં આવ્યો હતો. આ પદવીદાન સમારંભમાં ચીફ ગેસ્ટ તરીકે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરીટ સોલંકી, આઈસીએઆઈના વાઈસ પ્રેસીડેન્ટ સીએ અનિકેત તલાટી, સેન્ટ્રલ કાઉન્સીલ મેમ્બર સીએ પુરુષોત્તમ ખંડેલવાલ, સેન્ટ્રલ કાઉન્સીલ મેમ્બર સીએ વિશાલ દોશી, અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બીશન શાહ, અમદાવાદ બ્રાન્ચનાં સેક્રેટરી સીએ નીરવ અગ્રવાલ, અને મે 2022માં લેવાયેલી સીએ ફાઈનલની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા 1000થી વધુ સીએ તેમના વાલીઓ સાથે હાજર રહ્યા હતાં.


આઈસીએઆઈની અમદાવાદ બ્રાન્ચ દ્વારા આયોજીત પદવીદાન સમારંભના મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા અમદાવાદ પશ્ચિમના સાંસદ ડો. કિરીટ સોલંકીએ જણાવ્યું હતું કે દેશના અર્થતંત્રને વેગવંતુ રાખવામાં સીએ મહત્વનો ભાગ ભજવે છે. તેઓએ મે-2022માં લેવાયેલી સીએની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને પદવી એનાયત કરતાં એક પ્રોફેશનલ તરીકે ગર્વની લાગણી અનુભવી રહ્યાનો અહેસાસ વ્યક્ત કર્યો હતો. બધાં જ પ્રોફેશનલ કોર્સમાં જો કોઈ પ્રોફેશનલ કોર્સની પરીક્ષા અઘરી લાગતી હોય તો તે સીએની પરીક્ષા છે, તેમાં આપ ઉતીર્ણ થયા છો એટલે આપને ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત થયાં છે, તેને સાર્થક કરવા અને ભારતની ઈકોનોમીને પાંચ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી બનાવવા નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને ઉત્તમ યોગદાન આપવાની તેમણે અપીલ કરી હતી.




આઈસીએઆઈના પદવીદાન સમારંભમાં હાજર રહેલા આઈસીએઆઈના વાઈસ પ્રેસીડેન્ટ સીએ અનિકેત તલાટીએ પદવીદાન સમારંભમાં સમગ્ર ગુજરાતમાંથી હાજર રહેલા 1000થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને અભિનંદન આપતાં જણાવ્યું હતું કે સીએ તરીકેની તમારી પ્રથમ સાઈન તમને આરબીઆઈના ગર્વનરે કરન્સી ઉપર કરેલી સાઈનનો અનુભવ કરાવશે. તેઓએ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને શીખ આપતાં જણાવ્યું હતું કે આવો આજે આપણે એક નિયમ લઈએ કે કલાયન્ટને ક્યારેય ખોટુ માર્ગદર્શન કે સલાહ નહી આપીએ અને હાર્ડવર્ક સાથે ટાઈમ મેનેજમેન્ટ કરી સમાજ ઉપયોગી કાર્ય કરી ગતિશીલ રાષ્ટ્રને પાંચ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી બનાવીએ.


મે-2022ની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા ગુજરાતના 1000થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને તેઓ જે શહેરમાંથી આવે છે, ત્યાં આઈસીએઆઈની બ્રાન્ચ સાથે જોડાવવા સાથે આઈસીએઆઈના ધ્વજને ઊંચો લઈ જવા અપીલ કરી હતી. આ વર્ષે જુલાઈ 2023માં આઈસીએઆઈની સ્થાપનાના 75 વર્ષ પૂરા થશે એટલે સીએ અમૃત મહોત્સવની ઉજવણીનો ભાગ બનવા અનુરોધ તેમણે કર્યો હતો. આ વર્ષે ભારત જી-20ની અધ્યક્ષતા કરી રહ્યું છે, ત્યારે વસુદેવ કુટુંબકમની ભાવના સાથે જી-20ની અધ્યક્ષતાના સફળ સંચાલનમાં સીએનો રોલ ખૂબ જ અગત્યનો રહેશે તેમ પણ તેમણે જણાવ્યું હતું.


સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે દરેક સીએની સાઈન દેશના વડાપ્રધાનની સાઈન જેટલી જ સશક્ત હોય છે. દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના શબ્દો મુજબ સીએની પરીક્ષામાં ઉતીર્ણ થયેલા તમામ નવા સીએ દેશના ચોકીદાર છે. આપણે આપણા રાષ્ટ્રને આર્થિક રીતે સધ્ધર બનાવવા અને દેશના અર્થતંત્રને વિકાસશીલ બનાવવા ક્યારેય કોઈ શોર્ટકટનો ઉપયોગ નહીં કરવાનો, વૈશ્વિક પરિસ્થિતિનો સામનો કરવા અને દેશના વિકાસમાં મહત્વનો ફાળો આપવા આપણે હંમેશા તત્પર રહેવાનું છે.


આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચના ચેરપર્સન સીએ બિશન શાહે પદવીદાન સમારંભમાં હાજર રહેલા તમામ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ અને તેમના માતાપિતાને અભિનંદન આપતા જણાવ્યું હતું કે પ્રોફેશનલ કોર્સમાં સૌથી અધરી પરીક્ષા સીએ પ્રોફેશનલની હોય છે, જેમાં ઉતીર્ણ થયેલા તમામ નવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસે માતૃભૂમિનું સન્માન, માતૃસંસ્થા દ્વારા, માતૃભાષાના હેતથી આપણે સમાજપયોગી કાર્ય કરવા હંમેશા તત્પર રહેવાનું છે. ગુજરાતમાં સરકાર દ્વારા ગીફ્ટ આઈએફએસસી, સ્ટાર્ટઅપ ઈકોનોમી સિસ્ટમ અને ભારતને ૫ ટ્રીલીયન ડોલરની ઈકોનોમી બનાવવા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ માટે ઘણી જ મોટી પ્રોફેશનલ તક છે.


આજે દેશના 13 કેન્દ્રો ઉપર સીએ પદવીદાન સમારંભ યોજાયા છે જેમાં 14,500થી વધુ નવાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને પદવી એનાયત કરવામાં આવી છે. ગુજરાતમાં કુલ 1000થી વધુ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસને પદવી એનાયત કરવામાં આવી છે.


આ પદવીદાન સમારંભમાં અમદાવાદ બ્રાન્ચના વાઈસ ચેરપર્સન સીએ (ડો.) અંજલી ચોક્સીટ્રેઝરર સીએ સમીર ચૌધરીસીએ સુનીલ સંઘવીસીએ અભિનવ માલવિયા સહિત તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતાં.


Education Loan Information:

Calculate Education Loan EMI