ICAI: ધ ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ)ની અમદાવાદ બ્રાન્ચ દ્વારા સીઈઓ અને સીએફઓની રાઉન્ડ ટેબલ મીટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાઉન્ડ ટેબલ મીટમાં અમદાવાદના 275થી વધુ ખ્યાતનામ સીએ તેમજ સીઈઓ અને સીએફઓએ ભાગ લીધો હતો.


ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે સીએની વ્યાપક માંગઃ સીએ અનિકેત તલાટી


સીઈઓ અને સીએફઓની મીટીંગને સંબોધન કરતાં આઈસીએઆઈના વાઈસ પ્રેસિડેન્ટ સીએ અનિકેત તલાટીએ જણાવ્યું હતું કે વર્તમાન સમયમાં સીએની ભૂમિકા માત્ર એકાઉન્ટિંગ અને ઓડિટીંગ પૂરતી સિમિત નથી રહી. મિટીંગમાં હાજર રહેલા સીઈઓ અને સીએફઓને સફળ બનવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરે આવતા ટેકનોલોજીકલ ફેરફારોને અનુસરી તમારુ લક્ષ્યાંક પ્રાપ્ત કરવા માર્ગદર્શન આપ્યું હતું. ભારત અને આંતરરાષ્ટ્રીય સ્તરે સીએની વ્યાપક માંગ છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આવનારો સમય ઘણો બદલાવ લાવશે તેને અનુસરી આપણે ડીજીટલી અને ટેક્નોલોજીકલ સાધનોના ઉપયોગથી આપણાં લક્ષ્યાંકને જરૂર પ્રાપ્ત કરી શકીશું.


વર્ષ 2022માં સમગ્ર ભારતમાં થયેલા સીએ કેમ્પસમાં એવરેજ પેકેજ 12.5 લાખનુઃ સીએ રણજીતકુમાર અગ્રવાલ


સીએ રણજીતકુમાર અગ્રવાલ, ચેરમેન સીએમઆઈ&બી ઓફ ઈન્ડિયાએ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં સૌથી વધારે નવયુવાનો ભારતમાં છે. વર્તમાન સમયમાં ભારત ડિફેન્સ, ફાર્મા અને કૃષિ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી રહ્યું છે અને સ્વાવલંબી બની રહ્યું છે, સાથોસાથ ભારતનો ઔદ્યોગિક વિકાસ ખૂબ જ ઝડપથી વધી રહ્યો છે. જેથી આવનારા સમયમાં ભારત અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે સીએની વ્યાપક માંગ કોર્પોરેટ ક્ષેત્રમાં રહેશે. વર્ષ 2022માં સમગ્ર ભારતમાં થયેલા સીએ કેમ્પસમાં એવરેજ પેકેજ 12.5 લાખનું રહ્યું છે. જે સીએના વ્યવસાયનો વિકાસ બતાવે છે.


સીએફઓએ તેમની ભૂમિકા બદલવી પડશે: સીએ સુરેશચંદ્ર જૈન


આ પ્રસંગે સીએ સુરેશચંદ્ર જૈન ગૃપ હેડ ફાયનાન્સ મેનેજમેન્ટ એન્ડ કંટ્રોલ અદાણીએ જણાવ્યું હતું કે કોઈપણ કોર્પોરેટ ક્ષેત્રમાં સીએફઓના બ્રેઈન વગર કંપનીની સફળતા શક્ય નથી. વર્તમાન સમયમાં રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધની વ્યાપક અસર યુરોપ સહિત ઘણાં બીજા દેશોની ઈકોનોમીને થઈ છે. ભારત પણ આમાંથી બાકાત નથી. પરંતુ આપણે ડિઝીટલાઈઝેશન અને ટેકનોલોજીથી પરિચિત રહી બદલાતા સમયની સાથે સીએફઓએ તેમની ભૂમિકા બદલવી પડશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે વર્તમાન સમયના ભારતનાં નવયુવાન સીએફઓ નિયમનુસાર કંઈપણ કરવા સક્ષમ છે.


વર્તમાન સમયમાં સીએની ભૂમીકા બદલાઈ: સીએ પુરૂષોત્તમ ખંડેલવાલ


સેન્ટ્રલ કાઉન્સિલ મેમ્બર અને કાર્યક્રમના ચીફ કો-અર્ડિનેટર સીએ પુરૂષોત્તમ ખંડેલવાલે જણાવ્યું હતું કે ભારતના ઔદ્યોગિક વિકાસ પાછળ સફળ સીઈઓ અને સીએફઓનો હાથ છે. જે શહેરોમાં સીએની સંખ્યા વધારે છે તે રાજ્યનો ગ્રોથ ખૂબ જ ઝડપથી થઈ રહ્યો છે. એટલે જ દેશના જે રાજયોમાં સીએની સંખ્યાખૂબ જ ઓછી છે અથવા નહીવત છે તેવા ક્ષેત્રોમાં આઈસીએઆઈ સીએના અભ્યાક્રમને પ્રમોટ કરી રહી છે. ભૂતકાળમાં સીએ થયા બાદ વધારે પડતાં સીએ પ્રેકટ્સિ કરતાં હતાં, જ્યારે વર્તમાન સમયમાં સીએની ભૂમીકા બદલાઈ છે, હવે સીએનો અભ્યાસક્રમ પાસ કર્યા બાદ કોર્પોરેટ ક્ષેત્રમાં સીએફઓની જવાબદારી સ્વીકારે છે તો કેટલાંક સીએ પોતે જ સીઈઓ બની વ્યવસાયિક સફળતા હાંસલ કરે છે.


સીએ બિશન શાહે રાઉન્ડ ટેબલ મિટિંગમાં હાજર સીઈઓ અને સીએફઓને ચાણક્યની તુલના આપી


આઈસીએઆઈ અમદાવાદ બ્રાન્ચનાં ચેરપર્સન સીએ બિશન શાહે રાઉન્ડ ટેબલ મિટિંગમાં હાજર રહેલા 275થી વધુ સીઈઓ અને સીએફઓને ચાણક્યની તુલના આપી સ્વાગત કર્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, વિશ્વ બેંક ગૃપે સમગ્ર વિશ્વને 2030 સુધીમાં બે લક્ષ્યાંક આપ્યા છે. અત્યંત ગરીબીનો અંત લાવો અને વહેંચાયેલ સમૃદ્ધિને પ્રોત્સાહન આપવું. ભારતના વડાપ્રધાન  નરેન્દ્ર મોદીએ ભારતને 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનાવવાનું સ્વપ્ન જોયું છે, જે સાકાર કરવા માટે ભારતના નવયુવાન સીઈઓ અને સીએફઓની ભૂમિકા નિર્ણાયક રહેશે. કોઈપણ બિઝનેસને સફળ બનાવવા સીએફઓએ પડકારજનક પરિસ્થિતિમાં વ્યવસાયના હેતુની યોગ્ય ખાતરી કરીને સફળતાનો માર્ગ અપનાવવો પડશે.


મીટિંગમાં કોણ કોણ રહ્યું હાજર


ઈન્સ્ટિટ્યુટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટસ ઓફ ઈન્ડિયા (આઈસીએઆઈ) દ્વારા આયોજિત સીઈઓ અને સીએફઓની રાઉન્ડ ટેબલ મિટિંગમાં સીએમઆઈ&બી ઓફ આઈસીએઆઈના વાઈસ પ્રેસિડેન્ટ સીએ રાજ ચાવલા, સીએ લલિત મલિક-એકઝીક્યુટીવ ડાયરેક્ટર સીએફઓ ટોરેન્ટ પાવર, સીએ નિતિન પારેખ-સીએફઓ ઝાયડસ લાઈફસાયન્સ લિમિટેડ, સીએ નૃપેશ શાહ-એક્ઝિક્યુટીવ ડાયરેકટર સીમ્ફની લિમિટેડ, સીએ મનન શાહ સીએફઓ નિરમા લિમિટેડ, સીએ અનિલ બોથરા સીએફઓ જીટીપીએલ હાથવે લિમિટેડ, સીએ સોનલ ભુત્રાએ પેનલ ડિશકશનમાં ભાગ લીધો હતો અને માર્ગદશર્ન આપ્યું હતું. તેમજ આરસીએમ સીએ ચિંતન પટેલ, સીએ વિકાસ જૈન, અમદાવાદ બ્રાન્ચના વાઈસ ચેરપર્સન સીએ અંજલી ચોક્સી, સેક્રટરી નીરવ અગ્રવાલ, સીએ સમીર ચૌધરી, સીએ ચેતન જગતિયા, સીએ અભિનવ માલવિયા, સીએ રિકેશ શાહ વગેરે ઉપસ્થિત રહ્યાં હતાં.


Education Loan Information:

Calculate Education Loan EMI