ICSI CSEET Result 2023 To Release Today: ઈન્સ્ટિટ્યૂટ ઑફ કંપની સેક્રેટરીઝ ઑફ ઈન્ડિયા અથવા ICSI આજે એટલે કે 16 મે 2023, મંગળવારના રોજ કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ 2023ના પરિણામો જાહેર કરશે. આ પરિણામો મેની પરીક્ષા માટે છે, જે ICSI ની અધિકૃત વેબસાઈટ પર રિલીઝ થયા પછી જોઈ શકાય છે. સત્તાવાર નોટિસમાં આપવામાં આવેલી માહિતી અનુસાર પરિણામ આજે એટલે કે 16 મેના રોજ સાંજે 4 વાગ્યે જાહેર કરવામાં આવશે. જે ઉમેદવારોએ આ પરીક્ષા આપી છે તેઓ રિલિઝ થયા બાદ સત્તાવાર વેબસાઇટ પરથી પરિણામ જોઈ શકે છે.
આ વેબસાઇટ પરથી પરિણામ જોઈ શકાશે
પરિણામ તપાસવા માટે, ઉમેદવારો ICSI ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈ શકે છે, જેનું સરનામું છે – icsi.edu. કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ (CSEET)નું આયોજન 6 અને 8 મે 2023ના રોજ કરવામાં આવ્યું હતું.
નોટિસમાં શું લખ્યું છે
આ સંદર્ભમાં જારી કરાયેલી નોટિસમાં લખવામાં આવ્યું છે કે 6 અને 8 મેના રોજ આયોજિત કંપની સેક્રેટરી એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ 2023ના પરિણામ મંગળવાર, 16 મે 2023ના રોજ સાંજે 4 વાગ્યે જાહેર કરવામાં આવશે. પરિણામની સાથે, વ્યક્તિગત ઉમેદવારોના વિષયવાર માર્કસ પણ સંસ્થાની સત્તાવાર વેબસાઇટ www.icsi.edu પર ઉપલબ્ધ કરાવવામાં આવશે.
હાર્ડકોપી નહીં મળે
એક્ઝિક્યુટિવ એન્ટ્રન્સ ટેસ્ટ, મે 2023નું અધિકૃત ઈ-પરિણામ-કમ-માર્ક સ્ટેટમેન્ટ ઉમેદવારોના વ્યક્તિગત ઉપયોગ માટે સંસ્થાની વેબસાઈટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. તેઓ તેનો ઉપયોગ વ્યક્તિગત ઉપયોગ, સંદર્ભ અને રેકોર્ડ માટે કરી શકે છે. ઉમેદવારોએ એ પણ નોંધવું જોઈએ કે પરિણામ-કમ-માર્ક્સના સ્ટેટમેન્ટની હાર્ડકોપી ઉમેદવારને પ્રાપ્ત થશે નહીં. એટલે કે, તમારે આ ઓનલાઈન નકલનો માર્કસ માટે ઉપયોગ કરવો પડશે.
પરીક્ષાની સિટી સ્લિપ પણ બહાર પાડવામાં આવી
CUET UG પરીક્ષા 2023 ની પરીક્ષા સિટી સ્લિપ પણ બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવારોએ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને પરીક્ષા સિટી સ્લિપ ડાઉનલોડ કરી શકે છે. આ પછી થોડા દિવસોમાં એડમિટ કાર્ડ પણ બહાર પાડવામાં આવશે.
આ પણ વાંચોઃ
Bank Jobs: RBI માં નીકળી બંપર ભરતી, આજથી કરો અરજી, જાણો વય મર્યાદા અને અંતિમ તારીખ
Jobs 2023: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં મેળવો નોકરી, મળશે 1 લાખ પગાર
Education Loan Information:
Calculate Education Loan EMI