IDBI Bank Recruitment 2023 Registration Begins: જો તમે બેંકમાં નોકરી શોધી રહ્યા છો  તો IDBI બેંક તમારા માટે એક ઉત્તમ જોબ ઓફર લઈને આવ્યું છે. આ અંતર્ગત જુનિયર આસિસ્ટન્ટ મેનેજરની કુલ 600 જગ્યાઓ ભરવામાં આવશે. જો તમે પણ આ ખાલી જગ્યાઓ માટે અરજી કરવા માટે લાયક અને ઇચ્છુક છો તો કોઈપણ વિલંબ કર્યા વગર તરત જ અરજી કરો. અરજી કરવાની લિંક શુક્રવાર, 15 સપ્ટેમ્બર 2023થી ખુલી છે. અરજીઓ માત્ર ઓનલાઈન જ થશે. આ માટે તમારે IDBI બેંકની વેબસાઇટ પર જવું પડશે.


અહીંથી અરજી કરો


IDBI બેંકમાં આ ભરતીઓ માટે અરજી કરવા માટેની સત્તાવાર વેબસાઇટનું સરનામું છે – idbibank.in. અહીંથી તમે આ પોસ્ટ્સની વિગતો પણ જાણી શકો છો અને અરજી પણ કરી શકો છો. નોટિસ જોવા માટે પણ વેબસાઈટની મુલાકાત લો અથવા નીચે આપેલ સીધી લિંક પર ક્લિક કરો.


શૈક્ષણિક લાયકાત શું છે ?


આ જગ્યાઓ માટે અરજી કરવા માટે  ઉમેદવારે માન્ય યુનિવર્સિટીમાંથી કોઈપણ વિષયમાં સ્નાતક અથવા તેની સમકક્ષ ડિગ્રી મેળવેલ હોવું જરૂરી છે. જો વય મર્યાદાની વાત કરીએ તો આ પદો માટે વય મર્યાદા 20 થી 25 વર્ષ નક્કી કરવામાં આવી છે. નોટિસમાં બાકીની વિગતો જુઓ.


પસંદગી કેવી રીતે થશે ?


આ પોસ્ટ્સ માટે ઉમેદવારોની પસંદગી લેખિત પરીક્ષા અને વ્યક્તિગત ઇન્ટરવ્યુ દ્વારા કરવામાં આવશે. સૌપ્રથમ ઓનલાઈન ટેસ્ટ થશે અને પસંદ કરાયેલ ઉમેદવારોને વ્યક્તિગત ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે. પેપર ઓબ્જેક્ટિવ પ્રકારનું હશે. પરીક્ષાની તારીખ અને આ સંબંધમાં અન્ય માહિતી મેળવવા માટે સમય સમય પર સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહો.


ફી કેટલી હશે


IDBI બેંકની આ ખાલી જગ્યાઓ માટે અરજી કરવા માટે સામાન્ય કેટેગરીના ઉમેદવારોએ 1000 રૂપિયાની ફી ચૂકવવી પડશે. જ્યારે SC, ST અને PWD કેટેગરી માટે ફી રૂ. 200 છે.  


રેલ્વેમાં 3000 થી વધુ જગ્યાઓ માટે ભરતી


 


એપ્રેન્ટીસની ભરતી અંગે ઈસ્ટર્ન રેલ્વે દ્વારા એક નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. જે મુજબ રેલ્વેમાં 3115 જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ er.indianrailways.gov.in પર જઈને આ ઝુંબેશ માટે અરજી કરી શકશે. આ અભિયાન માટે અરજી પ્રક્રિયા 26મી સપ્ટેમ્બરથી શરૂ થશે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 26 ઓક્ટોબર 2023 નક્કી કરવામાં આવી છે.


આ ભરતી અભિયાન દ્વારા પૂર્વ રેલવેમાં એપ્રેન્ટિસની 3115 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં ફિટર, વેલ્ડર, મિકેનિક, મશિનિસ્ટ, કારપેન્ટર, પેઇન્ટર, લાઇનમેન, વાયરમેન, ઇલેક્ટ્રિશિયન વગેરે જેવી પોસ્ટનો સમાવેશ થાય છે.


જરૂરી શૈક્ષણિક લાયકાત


અરજી કરનાર ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલ હોવું જોઈએ. આ ઉપરાંત, ઉમેદવાર પાસે સંબંધિત વિષયમાં ITI પ્રમાણપત્ર પણ હોવું જોઈએ.


વય મર્યાદા


ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની લઘુત્તમ વય 15 વર્ષ અને મહત્તમ વય 24 વર્ષ રાખવામાં આવી છે. જ્યારે OBC, EWS, SC, ST કેટેગરીના ઉમેદવારોને સરકારી નિયમો મુજબ છૂટછાટ આપવામાં આવશે.


આટલી અરજી ફી ચૂકવવી પડશે


આ ઝુંબેશ માટે અરજી કરનાર જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 100 રૂપિયાની અરજી ફી ચૂકવવાની રહેશે. જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, પીડબલ્યુડી, મહિલાઓને ફી ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે.


 


Education Loan Information:

Calculate Education Loan EMI