IIRF Ranking 2024: ભારતીય સંસ્થાકીય રેન્કિંગ ફ્રેમવર્કે એ હાલમાં દેશની ટોચની કેન્દ્રીય યુનિવર્સિટીઓની રેન્કિંગ બહાર પાડી છે. જેમાં જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) પ્રથમ સ્થાને છે, જ્યારે દિલ્હી યુનિવર્સિટી (DU) બીજા સ્થાને છે. આ માળખું દેશની શૈક્ષણિક સંસ્થાઓને રેન્ક આપવા માટેનું માળખું પૂરું પાડે છે. આ રેન્કિંગ 7 પ્રદર્શન સૂચક આંકો પર આધારિત છે.


આ યાદીમાં બનારસ હિંદુ યુનિવર્સિટી (BHU)એ પણ ટોપનું સ્થાન મેળવ્યું છે. ટોચની ડીમ્ડ યુનિવર્સિટીઓમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ (IISc), ભારતીય કૃષિ સંશોધન સંસ્થા (IARI) અને હોમી ભાભા નેશનલ ઇન્સ્ટિટ્યૂટનો પણ સમાવેશ થાય છે. તે જ સમયે, ટોચની ખાનગી યુનિવર્સિટીઓમાં અશોકા યુનિવર્સિટી, ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ફર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી (DA-IICT) અને શિવ નાદર યુનિવર્સિટીનો સમાવેશ થાય છે. જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU) એ ખાસ કરીને પ્લેસમેન્ટ પરફોર્મન્સ અને અધ્યાપન શિક્ષણ સંસાધનો અને શિક્ષણ શાસ્ત્રમાં સૌથી ઉપર પ્રથમ ગુણ પ્રાપ્ત કર્યા છે. આ તમામ યુનિવર્સિટીને પોતાની કામગીરી ઉપર રેન્ક આપવામાં આવ્યા છે, જેમાં દેશ ભરની ઘણી બધી સરકારી અને પ્રાઇવેટ યુનિવર્સિટીઓ નો સમાવેશ કરવામાં આવ્યો છે. 


આ રેન્કિંગ દ્વારા દેશભરની એક હજારથી વધુ સંસ્થાઓનું મૂલ્યાંકન કરવામાં આવે છે. અને તમામ નું મૂલ્યાંકન તેમની કામગીરીના આધાર પર કરવામાં આવે છે જેમાં 300 કરતાં વધુ યુનિવર્સિટીઓ, 350 એન્જિનિયરિંગ કૉલેજ, 150 કરતાં વધુ બિઝનેસ સ્કૂલ, 50 લૉ કૉલેજ, 50 ડિઝાઇન સ્કૂલ, 50 આર્કિટેક્ચર કૉલેજ અને 100થી વધુ અંડરગ્રેજ્યુએટ કૉલેજનો સમાવેશ થાય છે જે BBA અને BCA પ્રોગ્રામ્સ ઑફર કરે છે. ભારતીય સંસ્થા રેન્કિંગ ફ્રેમવર્ક (IIRF) એક બિન-સરકારી સંસ્થા છે જે દેશભરની શૈક્ષણિક સંસ્થાઓનું મૂલ્યાંકન કરે છે.


આ છે દેશની ટોચની 10 સંસ્થાઓ છે



  • જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)

  • દિલ્હી યુનિવર્સિટી (DU)

  • બનારસ હિન્દુ યુનિવર્સિટી (BHU)

  • જામિયા મિલિયા ઇસ્લામિયા (JMI)

  • અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)

  • હૈદરાબાદ યુનિવર્સિટી

  • ડૉ. રાજેન્દ્ર પ્રસાદ સેન્ટ્રલ એગ્રીકલ્ચરલ યુનિવર્સિટી (RPCAU)

  • પોંડિચેરી યુનિવર્સિટી

  • સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ પંજાબ (CUP)

  • રાજસ્થાનની સેન્ટ્રલ યુનિવર્સિટી (CURAJ)


તેમના દરેકના રેન્કીંગમાં આ બાબતો જોવા મળે છે



  • પ્લેસમેન્ટની કામગીરી

  • અધ્યયન સંસાધનો અને શિક્ષણ શાસ્ત્ર

  • સંશોધન

  • ઉદ્યોગની આવક અને એકીકરણ

  • પ્લેસમેન્ટ સ્ટ્રેટેજી અને સપોર્ટ

  • ભાવિ અભિગમ, ભવિષ્યનો વિચાર 

  • એક્સટર્નલ પર્સેપ્શન અને ઇન્ટરનેશનલ આઉટલુક


Education Loan Information:

Calculate Education Loan EMI