India Post Recruitment 2022: ઓછા ભણેલા યુવાનો માટે અરજી કરવાની સુવર્ણ તક છે. ભારતીય ટપાલ વિભાગ દ્વારા ભરતીની સૂચના બહાર પાડવામાં આવી છે અને સ્ટાફ કાર ડ્રાઈવર (સામાન્ય ગ્રેડ) ની જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારો ઈન્ડિયા પોસ્ટ સ્ટાફ કાર ડ્રાઈવર ભરતી 2022 માટે તેમની અરજી 15 માર્ચ 2022 ના રોજ સાંજે 5 વાગ્યા સુધીમાં નોટિફિકેશનમાં આપેલા સરનામે મોકલી શકે છે.


રસ ધરાવતા અને લાયક ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે. સ્ટાફ કાર ડ્રાઇવર્સ સત્તાવાર વેબસાઇટ indiapost.gov.in પર ભરતી વિભાગમાં આપેલી લિંક પર ક્લિક કરીને સીધી ભરતીની જાહેરાત ડાઉનલોડ કરી શકે છે. અરજી માટેનું અરજીપત્રક જાહેરાતમાં જ આપવામાં આવ્યું છે. આ ફોર્મ સંપૂર્ણ રીતે ભરો અને જરૂરી દસ્તાવેજો જોડો અને ભરેલું અરજીપત્ર 15મી માર્ચ સુધીમાં સીનિયર મેનેજર, મેઈલ મોટર સર્વિસ, C-121, નરૈના ઈન્ડસ્ટ્રીયલ એરિયા ફેઝ-1, નરૈના, નવી દિલ્હી-110028 પર મોકલો.


જાણો કેટલી જગ્યાઓ પર ભરતી થશે


વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી જાહેરાત અનુસાર, સ્ટાફ કાર ડ્રાઈવરની જગ્યાઓ જનરલ સેન્ટ્રલ સર્વિસ ગ્રુપ સી, નોન-ગેઝેટેડ, નોન-મિનિસ્ટ્રીયલ કેટેગરીમાં ભરવામાં આવશે. ભારતીય ટપાલ વિભાગના જણાવ્યા અનુસાર, આ ભરતી કુલ 29 જગ્યાઓ પર થવાની છે. જેમાંથી 15 જગ્યાઓ બિન અનામત છે. 8 જગ્યાઓ OBC માટે, 3 SC અને 3 EWS ઉમેદવારો માટે અનામત છે. આ જગ્યાઓ પર સીધી ભરતી થવાની છે. જે બે વર્ષ માટે રહેશે.


શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા


માન્યતાપ્રાપ્ત બોર્ડમાંથી 10મી પરીક્ષા પાસ કરેલ ઉમેદવારો અરજી કરી શકે છે. 15 માર્ચ 2022ના રોજ અરજદારની ઉંમર 18 વર્ષથી ઓછી અને 27 વર્ષથી વધુ ન હોવી જોઈએ. આ સાથે હળવા અને ભારે મોટર વાહન ચલાવવા માટેનું લાઇસન્સ હોવું જોઈએ.


પગાર કેટલો મળશે


ઈન્ડિયા પોસ્ટમાં આ પદો પર પસંદ કરાયેલા ઉમેદવારોને 19900 રૂપિયાથી લઈને 63200 રૂપિયા પ્રતિ માસ સુધીનો પગાર આપવામાં આવશે.


Education Loan Information:

Calculate Education Loan EMI