ભારતીય નૌકાદળમાં જોડાઈને દેશની સેવા કરવાનું સ્વપ્ન જોનારા યુવાનો માટે એક ગોલ્ડન તક આવી છે. ઈન્ડિયન નેવીમાં શોર્ટ સર્વિસ કમિશનના ઓફિસર પદો માટે મોટી ભરતી બહાર પાડી છે. આ નિમણૂકો જૂન 2026થી શરૂ થતા કોર્સ માટે કરવામાં આવશે. ભરતી હેઠળ એક્ઝિક્યૂટિવ, શિક્ષણ અને ટેકનિકલ શાખામાં કુલ 260થી વધુ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી કરવામાં આવશે. અરજી પ્રક્રિયા 9 ઓગસ્ટથી શરૂ થશે, જ્યારે રસ ધરાવતા ઉમેદવારો 1 સપ્ટેમ્બર, 2025 સુધી અરજી કરી શકે છે. આ માટે ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ joinindiannavy.gov.in ની મુલાકાત લેવાની રહેશે.

કોણ અરજી કરી શકે છે

BE, BTech, BSc, BCom, BSc, IT જેવી ગ્રેજ્યુએશન ડિગ્રી તેમજ સંબંધિત ક્ષેત્રમાં પોસ્ટ ગ્રેજ્યુએટ અથવા ડિપ્લોમા ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. કાયદો, ભૌતિકશાસ્ત્ર, ઇલેક્ટ્રોનિક્સ, IT અને સપ્લાય ચેઇન જેવા ક્ષેત્રોના ઉમેદવારો પણ પાત્ર છે. પોસ્ટ્સ અનુસાર, વય મર્યાદા 2 જૂલાઈ 2001 થી 1 જૂલાઈ 2007ની વચ્ચે હોવી જોઈએ.

કઈ પોસ્ટ્સનો સમાવેશ થાય છે

ભરતીમાં સામેલ મુખ્ય પોસ્ટ્સમાં એક્ઝિક્યુટિવ બ્રાન્ચની 57 પોસ્ટ્સ, પાયલટ બ્રાન્ચની 24 પોસ્ટ્સ, ઓબ્ઝર્વરની 20 પોસ્ટ્સ, એટીસીની 20 પોસ્ટ્સ, લોજિસ્ટિક્સની 10 પોસ્ટ્સ, એજ્યુકેશનની 15 પોસ્ટ્સ, એન્જિનિયરિંગની 36 પોસ્ટ્સ, ઇલેક્ટ્રોનિક બ્રાન્ચની 40 પોસ્ટ્સ અને નેવલ કન્સ્ટ્રક્ટરની 16 પોસ્ટ્સનો સમાવેશ થાય છે.

પસંદગી પ્રક્રિયા અને પગાર

આ ભરતી માટે ઉમેદવારોની પસંદગી શોર્ટ લિસ્ટિંગ, SSB ઇન્ટરવ્યૂ, મેડિકલ પરીક્ષા અને દસ્તાવેજ વેરિફિકેશનના આધારે કરવામાં આવશે. પસંદ કરાયેલા ઉમેદવારોને તાલીમ પછી ભારતીય નૌકાદળમાં નિમણૂક મળશે. પગારની વાત કરીએ તો ઉમેદવારોને શરૂઆતમાં દર મહિને 1,10,000 રૂપિયા સુધીનો પગાર મળશે. આ ઉપરાંત, પાઇલટ અને ઓબ્ઝર્વર પોસ્ટ્સ માટે તાલીમ પછી દર મહિને 31,250 રૂપિયાનું વધારાનું ભથ્થું પણ આપવામાં આવશે. તેમાં ઘણા અન્ય ભથ્થાઓનો પણ સમાવેશ કરવામાં આવશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) એ આગામી પાંચ વર્ષમાં સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) માં 58,000 નવા સૈનિકોની ભરતીને લીલી ઝંડી આપી દીધી છે. આ નોકરીઓ સરકારી નોકરીનું સ્વપ્ન જોનારાઓ માટે ગેમ ચેન્જર બની શકે છે. ચાલો જાણીએ કે આ ભરતીઓ શા માટે થઈ રહી છે. રાષ્ટ્રપતિએ 22 જૂલાઈ 2025ના રોજ CISFની મર્યાદા 2 લાખથી વધારીને 2.2 લાખ કરવાની મંજૂરી આપી છે. હાલમાં દળમાં 1.62 લાખ સૈનિકો છે, જ્યારે બાકીના 58,000 જગ્યાઓ ખાલી છે. દર વર્ષે લગભગ 14,000 લોકોની ભરતી કરવામાં આવશે. આ નવા સૈનિકોને જમ્મુ અને કાશ્મીરમાં એરપોર્ટ, બંદરો, થર્મલ પાવર પ્લાન્ટ, પરમાણુ સ્થળો, હાઇડ્રો પાવર પ્રોજેક્ટ્સ અને જેલ જેવા મુખ્ય સ્થળોએ તૈનાત કરવામાં આવશે.


Education Loan Information:

Calculate Education Loan EMI