Indian OIL Recruitment 2024: ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન લિમિટેડ (IOCL) માં નોકરી મેળવવા ઈચ્છતા ઉમેદવારો માટે આ એક ઉત્તમ તક છે. આ માટે ઇન્ડિયન ઓઇલે વિવિધ વિષયોમાં વિઝિટિંગ સ્પેશિયાલિસ્ટ અને શિફ્ટ ડ્યુટી ડોક્ટરની જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. જે ઉમેદવારો આ પોસ્ટ્સ સંબંધિત લાયકાત ધરાવે છે તેઓ ઈન્ડિયન ઓઈલની સત્તાવાર વેબસાઈટ iocl.com પર જઈને અરજી કરી શકે છે. ઈન્ડિયન ઓઈલની આ ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.


જેઓ ઈન્ડિયન ઓઈલની આ ભરતી માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓ 21મી ઓગસ્ટના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે. આ ભરતી દ્વારા વિઝિટિંગ સ્પેશિયાલિસ્ટ અને શિફ્ટ ડ્યુટી ડોક્ટરની જગ્યાઓ ભરવામાં આવનાર છે. જો તમે પણ ઈન્ડિયન ઓઈલમાં કામ કરવા ઈચ્છો છો તો પહેલા નીચે આપેલી આ વાતોને ધ્યાનથી વાંચો.


નોકરી મેળવવા માટેની લાયકાત


વિઝિટિંગ સ્પેશિયાલિસ્ટ (રેડિયોલોજી): ઉમેદવારો પાસે કોઈપણ માન્ય સંસ્થા અથવા યુનિવર્સિટીમાંથી રેડિયોલોજીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રી હોવી જોઈએ.


વિઝિટિંગ સ્પેશિયાલિસ્ટ (બાળ ચિકિત્સક): ઉમેદવારો પાસે બાળરોગમાં અનુસ્નાતકની ડિગ્રી હોવી જોઈએ.


શિફ્ટ ડ્યુટી ડોક્ટર: ઉમેદવારો પાસે MBBS ડિગ્રી હોવી જોઈએ. આ સાથે ઈન્ટર્નશીપ પૂર્ણ કરવી જોઈએ અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં રજીસ્ટ્રેશન હોવું જોઈએ.                         


વય મર્યાદા


ઇન્ડિયન ઓઇલની આ ભરતી માટે અરજી કરનારા તમામ ઉમેદવારો તેમની વય મર્યાદા સત્તાવાર નોટિફિકેશનમાં આપવામાં આવી છે તે અનુસાર હોવી જોઇએ


આ રીતે ઈન્ડિયન ઓઈલમાં નોકરી મેળવવી


જે ઉમેદવારો ઈન્ડિયન ઓઈલ ભરતી 2024 માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે, તેમની પસંદગી વોક-ઈન ઈન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. ઉમેદવારોને પસંદગી પ્રક્રિયામાં ભાગ લેવા માટે કોઈપણ TA/DA પ્રાપ્ત થશે નહીં. સમિતિ મોડા પ્રવેશની મંજૂરી આપશે નહીં. ઇન્ડિયન ઓઇલ ભરતી 2024 ની સત્તાવાર સૂચના અનુસાર, ઉમેદવારોએ સત્તાવાર નોટિફિકેશનમાં આપવામા આવેલા સ્થળે ઇન્ટરવ્યૂ માટે હાજર રહેવું પડશે.                                                         


અરજી કરવા માટે અહી ક્લિક કરો


Education Loan Information:

Calculate Education Loan EMI