JEE Advanced 2023 Admit Card Tomorrow: ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, ગુવાહાટી આવતીકાલે એટલે કે 29 મે 2023, સોમવારના રોજ JEE એડવાન્સ પરીક્ષાનું એડમિટ કાર્ડ બહાર પાડશે. જે ઉમેદવારોએ આ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ સત્તાવાર વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. ઉમેદવારો જેમણે જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન (એડવાન્સ્ડ) માટે સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તેઓ રિલીઝ થયા પછી જ સત્તાવાર વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.


આ તારીખ સુધી પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે


IIT ગુવાહાટી આવતીકાલે JEE એડવાન્સ 2023 પરીક્ષાનું એડમિટ કાર્ડ જાહેર કરશે. આ એડમિટ કાર્ડ આવતીકાલથી જૂન 04, 2023 સુધી પોર્ટલ પર ઉપલબ્ધ રહેશે. એટલે કે આ તારીખ સુધી ડાઉનલોડ કરી શકાય છે. શેડ્યૂલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, JEE એડવાન્સ પરીક્ષા 04 જૂન 2023ના રોજ બે શિફ્ટમાં લેવામાં આવશે. પહેલું પેપર એટલે કે ફર્સ્ટ શિફ્ટ સવારે 9 થી 12 વાગ્યા સુધી અને બીજી શિફ્ટ એટલે કે બીજું પેપર બપોરે 2.30 થી 5.30 સુધી રહેશે. આ તારીખ સુધી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકાશે.


આ સરળ સ્ટેપ્સ સાથે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો


-રિલીઝ થયા પછી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ એટલે કે jeeadv.ac.in ની મુલાકાત લો.


-અહીં હોમપેજ પર JEE Advanced 2023 Admit Card આપવામાં આવશે તેના પર ક્લિક કરો.


-આમ કરવાથી એક નવું પેજ ખુલશે જેના પર તમારે તમારી વિગતો દાખલ કરવાની રહેશે.


- JEE Advanced ના પોર્ટલ પર તમારી વિગતો જેમ કે રજીસ્ટ્રેશન નંબર, જન્મ તારીખ, મોબાઈલ નંબર વગેરે દાખલ કરો અને તેને સબમિટ કરો.


-આમ કરવાથી તમારું એડમિટ કાર્ડ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે. તેને તપાસ્યા બાદ ડાઉનલોડ કરો અને જો તમે ઇચ્છો તો પ્રિન્ટ આઉટ લઇ લો. ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી થઈ શકે છે.


EXAM: આજે UPSC પ્રીલિમ પરીક્ષા, અમદાવાદમાં 19000 જેટલા ઉમેદવારો પ્રિલિમ પરીક્ષા આપશે


UPSC EXAM: આજે રાજ્યમાં UPSCની પ્રીલિમ પરીક્ષાનું આયોજન થઇ રહ્યું છે, આજે ગુજરાતમાં અમદાવાદ, સુરત અને રાજકોટમાં ઉમેદવારો આ સ્પાર્ધાત્મક પરીક્ષા આપશે, અમદાવાદમાં 19000 જેટલા ઉમેદવારો આ પ્રિલિમ પરીક્ષા આપશે.


UPSC પરીક્ષામાં આજે ગુજરાતના યુવાનો પોતાનું નસીબ અજમાવશે, અમદાવાદ સુરત અને રાજકોટમાં યુપીએસસીની પ્રિલિમ પરીક્ષાનું આયોજન થઇ રહ્યું છે. અમદાવાદમાં 19000 જેટલા ઉમેદવારો આપશે પ્રિલિમ પરીક્ષા આપશે. થોડાક દિવસો પહેલાજ UPSCની મેઇન્સ પરીક્ષાનું પરિણામ આવ્યુ હતુ, જેમાં ગુજરાતના 16 ઉમેદવારો પાસ થયા હતા, આ પછી ગુજરાતના ઉમેદવારોનો આત્મવિશ્વાસ વધ્યો છે.


UPSC Result 2023: ગુજરાતમાંથી આ 16 ઉમેદવારોએ ક્રેક કરી સિવિલ સર્વિસ પરીક્ષા, જુઓ અહીં લિસ્ટ.......


UPSC Result 2023: યૂનિયન પબ્લિક સર્વિસ કમિશને આજે યુપીએસસી પરીક્ષાનું પરિણામ જાહેર કરી દીધુ છે. UPSC સિવિલ સર્વિસ પરીક્ષામાં આ વખતે મહિલાઓએ ટૉપ કર્યુ છે, ટૉપ કરનારી પરીક્ષાર્થી ઈશિતા કિશોર છે, ખાસ વાત છે કે, આ વખતે ટોપ 4માં ચારેય યુવતીઓ છે. ફાઈનલ રિઝલ્ટમાં કુલ 933 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે. યૂનિયન પબ્લિક સર્વિસ કમિશનએ UPSC સિવિલ સર્વિસ પરીક્ષાનું પરિણામ આજે જાહેર કર્યું છે. આ પરિણામને ઉમેદવારો ઓફિશિયલ વેબસાઇટ upsc.gov.in પરથી જોઈ શકે છે. આ પરીક્ષામાં ટોપ 4માં યુવતીઓ આગળ છે, જેમાંથી ઈશિતા કિશોરે ઓલ ઇન્ડિયા રેન્ક-1 મેળવ્યો છે. બીજું સ્થાન ગરિમા લોહિયાએ અને ત્રીજું સ્થાન ઉમા હરતિ એનએ મેળવ્યુ છે, સ્મૃતિ મિશ્રા ચોથા ક્રમે અને ગેહાના નવ્યા જેમ્સ પાંચમા ક્રમે આવી છે. ઉમેદવારોના માર્ક્સ પરિણામ જાહેર થયાના પછીના લગભગ 15 દિવસ બાદ જાહેર કરવામાં આવશે


Education Loan Information:

Calculate Education Loan EMI