JEE એડવાન્સ પરીક્ષા ફોર્મ (JEE Advanced Admit Card 2024)ભરનારા ઉમેદવારોની રાહનો અંત આવ્યો છે. એડમિટ કાર્ડ આજે એટલે કે શુક્રવાર, મે 17, 2024ના રોજ બહાર પાડવામાં આવ્યા છે. જે ઉમેદવારોએ આ વર્ષની JEE એડવાન્સ પરીક્ષા માટે અરજી કરી છે તેઓ સત્તાવાર વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ કરવા માટે સત્તાવાર વેબસાઇટનું એડ્રેસ છે – jeeadv.ac.in. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, મદ્રાસે (IIT Madras) એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે. એડમિટ કાર્ડની લિંક વિદ્યાર્થીઓના રજિસ્ટર્ડ આઈડી પર મોકલવામાં આવી છે.


આટલા વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે


IIT JEE પરીક્ષા પાસ કરનારા 250284 વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ભાગ લેવા માટે લાયક હતા. તેમાંથી આ વર્ષે લગભગ 1.91 લાખ વિદ્યાર્થીઓએ એડમિટ કાર્ડ માટે અરજી કરી છે. આજે જ IIT મદ્રાસે JEE એડવાન્સ પરીક્ષા માટે એડમિટ કાર્ડ બહાર પાડ્યું છે.


નોંધી લો જરૂરી બાબતો


શિડ્યુલમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, આજે સવારે JEE એડવાન્સ પરીક્ષાના એડમિટ કાર્ડ બહાર પાડવામાં આવ્યા હતા. પરીક્ષા 26મી મેના રોજ લેવામાં આવશે. પેપર બે શિફ્ટમાં લેવાશે, પહેલું પેપર સવારે 9 થી 12 દરમિયાન અને બીજું પેપર બપોરે 2.30 થી 5.30 દરમિયાન લેવામાં આવશે.


દસ્તાવેજો સાથે રાખવાનું ભૂલશો નહીં


પરીક્ષાના દિવસે મહત્વપૂર્ણ દસ્તાવેજો સાથે રાખવાનું ભૂલતા નહી. તેનો અર્થ એ છે કે માન્ય ફોટો ID સાથે એડમિટ કાર્ડની પ્રિન્ટેડ કોપી. આ બતાવ્યા પછી જ તમને કેન્દ્રમાં પ્રવેશ મળશે


આ સરળ સ્ટેપ્સને ફોલો કરી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરો


-એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે jeeadv.ac.in પર જાવ.


-અહીં તમને JEE Advanced 2024 Admit Card Download Link નામની લિંક દેખાશે, તેના પર ક્લિક કરો.


-આમ કરવાથી એક નવું પેજ ખુલશે. જો લિંક અહીં ન મળે તો JEE Advanced 2024 Login પર જાવ અને લિંક પર પહોંચવા માટે ત્યાં ક્લિક કરો.


-આ કર્યા પછી જે નવું પેજ ખુલે છે તેના પર તમારી વિગતો દાખલ કરો જેમ કે નોંધણી નંબર, જન્મ તારીખ, મોબાઇલ નંબર વગેરે અને સબમિટ કરો.


-આ કર્યા પછી તમારું એડમિટ કાર્ડ કમ્પ્યુટર સ્ક્રીન પર દેખાશે.


-તેને અહીંથી તપાસો, તેને ડાઉનલોડ કરો અને પ્રિન્ટ આઉટ લો.


-પરીક્ષાના દિવસે તમારે આ પ્રિન્ટ તમારી સાથે લેવાની રહેશે.


-આ સંબંધમાં વધુ માહિતી અથવા અપડેટ્સ મેળવવા માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેતા રહો.


Education Loan Information:

Calculate Education Loan EMI