JEE Main નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ આજે જેઈઈ મેઈનની પરીક્ષાનું પરિણામ સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in પર જાહેર કર્યું છે. પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ લોગ ઇન કરીને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને પરિણામ ચકાસી શકે છે.
આ પરીક્ષા દર વર્ષે લેવામાં આવે છે. આ વર્ષે પરીક્ષાની તારીખોમાં ઘણી વખત ફેરફાર કરવામાં આવ્યા છે. જેઇઇ મેઇન્સની પરીક્ષા પહેલા એપ્રિલ મહિનામાં યોજાવાની હતી, ત્યારબાદ તારીખ બદલીને મે અને પછી જૂન કરવામાં આવી હતી. જેઇઇ પ્રથમ સત્રની પરીક્ષા 20 જૂનથી શરૂ થઈ હતી અને 29 જૂને સમાપ્ત થઈ હતી. આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સત્ર 1 ની પરીક્ષા માટે 7 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ ઉમેદવારોનું પરિણામ હવે એનટીએ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
બીજા સેમેસ્ટરની પરીક્ષા ક્યારે લેવાશે?
જેઇઇ મેઇન 2022 સેકન્ડ સેમેસ્ટરની પરીક્ષા 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29, 30 જુલાઇના રોજ યોજાશે.
આ રીતે ચેક કરો રિઝલ્ટ
સ્ટેપ 1: ઉમેદવારો જેઇઇ મેઇન્સનું પરિણામ તપાસવા માટે એનટીએ વેબસાઇટની મુલાકાત લે છે.
સ્ટેપ 2: આ પછી, ઉમેદવારના હોમપેજ પર પરિણામની લિંક પર ક્લિક કરો.
સ્ટેપ 3: હવે ઉમેદવાર દ્વારા માંગવામાં આવેલી માહિતી જેમ કે આઈડી પાસવર્ડ દાખલ કરો.
સ્ટેપ 4: આ પછી, તમારું પરિણામ તમારી સામે આવશે.
સ્ટેપ 5: તે પછી, ઉમેદવારોએ પરિણામ ડાઉનલોડ કરવું જોઈએ.
સ્ટેપ 6 : ઉમેદવારે તેની પ્રિન્ટ આઉટ લેવી જોઈએ.
અમદાવાદમાં ભારે વરસાદથી સ્કૂલો-કોલેજોમાં જાહેર કરાઈ રજા
ગુજરાતમાં ચોમાસાએ જમાવટ કરી છે. અમદાવાદ સહિત તમામ જિલ્લામાં વરસાદ પડ્યો છે. અમદાવાદમાં ગઈકાલે પડેલા ભારે વરસાદના કારણે સમગ્ર શહેર પાણીમાં ગરકાવ થઈ ગયું હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. અમદાવાદમાં પડેલા ભારે વરસાદના કારણે તંત્ર દ્વારા સ્કૂલો બંધ રાખવાનો ફેંસલો લેવામાં આવ્યો છે. અમદાવાદના મ્યુનિસિપલ કમિશ્નરે ટ્વિટ કરીને લખ્યું, અમદાવાદમાં ભારે વરસાદની પરિસ્થિતીને ધ્યાને રાખતા વિદ્યાર્થિઓના હીતમાં AMC હદવિસ્તારની શાળાઓમા આજરોજ રજા જાહેર કરવામાં આવે છે.
અમદાવાદમાં જળપ્રલય સર્જાયો હોય તેમ પાલડીમાં 12 ઇંચ, ઉસ્માનપુરાણાં 15 ઇંચ, બોડકદેવમાં 13 ઇંચ, જોધપુરમાં 12 ઇંચ, બોપલમાં 12 ઇંચ, મુક્તમપુરામાં 12 ઇચં, ગોતામાં 8 ઇંચ, ચાંદલોડિયા 7 ઈંચ વરસાદ પડ્યો છે. અમદાવાદમાં સરેરાશ 8 ઈંચ વરસાદ પડ્યો છે.
Education Loan Information:
Calculate Education Loan EMI