JEE Main Admit Card To Release Today: નેશનલ ટેસ્ટિંગ એજન્સી આજે જ એટલે કે 20 જાન્યુઆરી 2023ના રોજ જેઈઈ મેઈન પરીક્ષાનું એડમિટ કાર્ડ રિલીઝ કરી શકે છે. જે ઉમેદવારો આ વર્ષની JEE Main પરીક્ષામાં ભાગ લઈ રહ્યા છે તેઓ રીલિઝ થયા પછી સત્તાવાર વેબસાઇટ પરથી એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે. આ કરવા માટે સત્તાવાર વેબસાઇટ– jeemain.nta.nic.in.ની મુલાકાત લો. આ સાથે NTAએ JEE Mainની તારીખોમાં પણ ફેરફાર કર્યો છે. નવુ શેડ્યૂલ જોવા માટે તમે ઉપર જણાવેલ સત્તાવાર વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો.


પરીક્ષા શરૂ થવામાં માત્ર ચાર દિવસ બાકી છે


JEE Main જાન્યુઆરી સત્ર 24 જાન્યુઆરી 2023થી આયોજિત કરવામાં આવશે. આ દિવસથી શરૂ થયેલી પરીક્ષાઓ આગામી 6 દિવસ સુધી ચાલશે. જોકે વચ્ચે પણ થોડો ગેપ છે. આ કિસ્સામાં  સમજી શકાય છે કે પરીક્ષા માટેના એડમિટ કાર્ડ હવે ગમે ત્યારે બહાર પાડવામાં આવી શકે છે કારણ કે પરીક્ષા શરૂ થવામાં ઘણો ઓછો સમય બાકી છે.


આ છે પરીક્ષાનું શેડ્યૂલ


નવા શેડ્યૂલ અનુસાર, JEE Main પરીક્ષા 24, 25, 28, 29, 30, 31 જાન્યુઆરી અને 01 ફેબ્રુઆરી 2023 ના રોજ લેવામાં આવશે. પેપર બે શિફ્ટમાં હશે. પ્રથમ શિફ્ટ સવારે 9 થી બપોરે 12 અને બીજી શિફ્ટ બપોરે 3 થી 6 દરમિયાન યોજાશે. 28 જાન્યુઆરીએ પરીક્ષા બીજી શિફ્ટમાં જ લેવામાં આવશે. આ દિવસે બી.આર્કની પરીક્ષા લેવામાં આવશે.


JEE Main પરીક્ષાની તારીખો અન્ય ઘણી પરીક્ષાઓ સાથે ટકરાઇ રહી છે. દરમિયાન પરીક્ષા પાછળ લઇ જવાની  માંગ પણ વધી રહી છે. BSEBની જેમ બિહાર બોર્ડની 12મીની પરીક્ષા 01 ફેબ્રુઆરીથી લેવાશે. આ દિવસે ગણિત અને હિન્દીનું પેપર છે. JEEની તારીખો પણ ઘણા બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાની તારીખો સાથે ટકરાઇ રહી છે.આ કારણોસર હજુ પણ પરીક્ષા આગળ વધારવાની માંગ છે.


Naukri: એન્જિનિયરિંગ કરેલા ઉમેદવારો માટે ગોલ્ડન ચાંસ, મળશે 1 લાખથી વધુનો પગાર


NHPC Recruitment 2023 Registration Underway : નેશનલ હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર કોર્પોરેશને થોડા સમય પહેલા ઘણી જગ્યાઓ માટે ભરતી લીધી હતી. આ માટે અરજી કરવાની પ્રક્રિયા 05 જાન્યુઆરીથી ચાલી રહી છે અને અરજી કરવાની છેલ્લી તારીખ પણ થોડા દિવસોમાં આવશે. આવા ઉમેદવારો કે જેઓ આ ભરતીઓ માટે અરજી કરવાની ઈચ્છા અને ક્ષમતા ધરાવતા હોય અને કોઈ કારણસર અરજી કરી શક્યા ન હોય, તેમણે બને તેટલું વહેલું ફોર્મ ભરવું. છેલ્લી તારીખ આવવામાં થોડો સમય બાકી છે. આ જગ્યાઓ માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 25 જાન્યુઆરી 2023 છે. જાણો આ ખાલી જગ્યાઓ સંબંધિત મહત્વની માહિતી


એપ્લિકેશન સંબંધિત મહત્વપૂર્ણ માહિતી અહીં વાંચો


આ ભરતી અભિયાન દ્વારા કુલ 401 જગ્યાઓ ભરવામાં આવશે.


આ ભરતી પ્રક્રિયા અંતર્ગત ટ્રેઇની એન્જિનિયર અને ઓફિસરની જગ્યા પર ભરતી કરવામાં આવશે


Education Loan Information:

Calculate Education Loan EMI