JEE Main Paper 2 Result: નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ 5 મેના રોજ JEE Main 2026ના બીજા સેશનના પેપર 2A (BArch) અને પેપર 2B (BPlanning) નું પરિણામ જાહેર કર્યું હતું. એપ્રિલ સત્રમાં હાજર રહેલા ઉમેદવારો હવે ફાઈનલ એનટીએ સ્કોરને સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર ચકાસી શકે છે.
બીજા સેશનની પરીક્ષા 7 એપ્રિલ, 2026ના રોજ ભારત અને વિદેશમાં અનેક કેન્દ્રો પર એક જ શિફ્ટમાં આયોજીત કરાઈ હતી. આ પરીક્ષા 13 ભાષાઓમાં આયોજીત કરાઈ હતી.
6,600 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો
સત્તાવાર આંકડાઓ અનુસાર, BArchના બંને સેશન માટે 22,000 થી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 17,000 થી વધુ ઉમેદવારોએ હાજરી આપી હતી. BPlanning માટે બંને સેશનના કુલ મળીને આશરે 8,700 ઉમેદવારોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 6,600 થી વધુ ઉમેદવારોએ બંને પ્રયાસોમાં હાજરી આપી હતી.
આ પણ વાંચોઃ NEET UG 2026: NEET UG બાયોમેટ્રિક વેરિફિકેશન પર નવી ગાઈડલાઈન જાહેર, 'ટેકનિકલ સમસ્યાઓના કારણે...'
કેવી રીતે તપાસ કરવી?
સત્તાવાર વેબસાઇટ: jeemain.nta.nic.in પર જાઓ.‘JEE Main 2026 Session 2 Paper 2 Result’' માટે લિંક પર ક્લિક કરો, તમારો એપ્લિકેશન નંબર અને પાસવર્ડ/જન્મ તારીખ દાખલ કરો. પછી તમારું સ્કોરકાર્ડ જોવા માટે વિગતો સબમિટ કરો. તે પછી પરિણામ ડાઉનલોડ કરો અને સાચવો.
NTA બંને સત્રો (પ્રથમ અને બીજી પરીક્ષા) માં તમારા પ્રદર્શનને ધ્યાનમાં લે છે. બંને સત્રોમાં વધુ સારા સ્કોરને તમારું અંતિમ પરિણામ ગણવામાં આવે છે. સરળ શબ્દોમાં કહીએ તો બંને પરીક્ષાઓમાં જે વધુ સ્કોર હશે તેને ધ્યાનમાં લેવામાં આવશે. પાસ થયા પછી જ તમે કાઉન્સેલિંગમાં ભાગ લઈ શકો છો અને આર્કિટેક્ચર અથવા પ્લાનિંગનો અભ્યાસ કરવા માટે કોલેજ પસંદ કરી શકો છો.
પરીક્ષામાં કેરળના મીરા કૃષ્ણા આરએસ અને સૂર્યતેજસ એસ એ પેપર 2A (બી.આર્ક.) માં 100 ટકા ગુણ મેળવ્યા છે. કેરળના ગૌરી શંકર વી અને ઉત્તર પ્રદેશના સાર્થક અગ્રવાલે પેપર 2B (બી.પ્લાનિંગ) માં 100 ટકા નંબર પ્રાપ્ત કર્યા છે. સ્કોરકાર્ડમાં ઉમેદવારોને તેમના વિષયવાર ગુણ, એકંદર પર્સેન્ટાઇલ સ્કોર અને ઓલ ઇન્ડિયા રેન્ક (એઆઈઆર) પ્રદાન કરે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI