JEE Main 2026 Result Session 2: એન્જિનિયરિંગમાં પ્રવેશ મેળવવા માંગતા દેશભરના લાખો વિદ્યાર્થીઓનો ઇંતેજાર આખરે પૂરો થયો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા JEE Main 2026 સત્ર 2 ના પરિણામો સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે. પરીક્ષા આપનારા તમામ વિદ્યાર્થીઓ હવે સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in પર જઈને પોતાનું સ્કોરકાર્ડ સરળતાથી ડાઉનલોડ કરી શકે છે. આજે વહેલી સવારે ફાઇનલ આન્સર કી બહાર પાડ્યા બાદ આ પરિણામ જાહેર કરાયું છે. જેમાં આ વર્ષે 26 જેટલા તેજસ્વી વિદ્યાર્થીઓએ 100 પર્સન્ટાઇલ મેળવીને મેદાન માર્યું છે.
JEE Main એ દેશની સૌથી મોટી અને મહત્વની એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાઓમાંની એક છે. લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપીને દેશની ટોચની કોલેજોમાં એડમિશન લેવાનું સપનું જોતા હોય છે. આ વર્ષે સત્ર 2 ની પરીક્ષા 2 એપ્રિલથી 8 એપ્રિલ, 2026 દરમિયાન લેવામાં આવી હતી. આ માટે દેશના 304 અને વિદેશના 14 શહેરોમાં કુલ 566 કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા. NTA દ્વારા ફાઇનલ આન્સર કીમાં વિદ્યાર્થીઓના વાંધાઓની સમીક્ષા કર્યા બાદ જ આ અંતિમ પરિણામ તૈયાર કરાયું છે. હવે ટૂંક સમયમાં જ JEE Advanced 2026 માટેનું ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) કટ-ઓફ પણ જાહેર કરવામાં આવશે.
તમારા સ્કોરકાર્ડમાં કઈ-કઈ વિગતો જોવા મળશે?
પરિણામની સાથે જ NTA એ ઓલ ઇન્ડિયા રેન્ક (AIR) પણ જાહેર કરી દીધો છે. આ રેન્ક ખૂબ જ અગત્યનો છે કારણ કે તેના આધારે જ JoSAA કાઉન્સેલિંગમાં ભાગ લઈને એન્જિનિયરિંગ કોલેજોમાં પ્રવેશ મળશે. તમે જ્યારે સ્કોરકાર્ડ ડાઉનલોડ કરશો ત્યારે તેમાં નીચે મુજબની માહિતી જોવા મળશે:
ઉમેદવારનું નામ, રોલ નંબર અને એપ્લિકેશન નંબર
દરેક વિષયમાં મેળવેલા ગુણ
તમારો કુલ પર્સન્ટાઇલ સ્કોર
ઓલ ઇન્ડિયા રેન્ક (AIR)
તમે પરીક્ષા ક્વોલિફાય કરી છે કે નહીં તેની સ્થિતિ
વેબસાઇટ ધીમી ચાલે તો મુંઝાશો નહીં!
પરિણામ જાહેર થતાં જ લાખો વિદ્યાર્થીઓ અને વાલીઓ એકસાથે વેબસાઇટ પર લોગ-ઇન કરતા હોવાથી સર્વર ધીમું પડી શકે છે. જો તમને વેબસાઇટ ખોલવામાં મુશ્કેલી પડે, તો જરાય ગભરાશો નહીં. થોડો સમય રાહ જોઈને ફરીથી પ્રયાસ કરજો. ખાસ ધ્યાન રાખવું કે માત્ર સત્તાવાર વેબસાઇટ પરથી જ પરિણામ ચેક કરવું અને સોશિયલ મીડિયાની કોઈ ખોટી અફવાઓ પર વિશ્વાસ ન કરવો.
આ 5 સ્ટેપ્સમાં ડાઉનલોડ કરો તમારું JEE Main રિઝલ્ટ:
સૌથી પહેલા NTA ની સત્તાવાર વેબસાઇટ jeemain.nta.nic.in ઓપન કરો.
હોમપેજ પર જ તમને 'JEE Main 2026 Session 2 Result / Scorecard' ની લિંક દેખાશે, તેના પર ક્લિક કરો.
હવે નવું પેજ ખુલશે જેમાં તમારો 'એપ્લિકેશન નંબર' અને 'પાસવર્ડ' (અથવા જન્મ તારીખ) દાખલ કરો.
સ્ક્રીન પર નીચે દેખાતો સિક્યોરિટી કેપ્ચા કોડ ભરીને 'Submit' બટન પર ક્લિક કરો.
તમારું પરિણામ સ્ક્રીન પર આવી જશે! સ્કોરકાર્ડ ડાઉનલોડ કરી લો અને ભવિષ્યમાં કામ લાગે તે માટે તેની એક પ્રિન્ટઆઉટ કાઢીને સાચવી લો.
Education Loan Information:
Calculate Education Loan EMI