NTA Revised JEE Mains 2024 Exam Schedule: નેશનલ ટેસ્ટિંગ એજન્સી એટલે કે NTA એ જોઇન્ટ એન્ટ્રન્સ એક્ઝામિનેશન 2024 સેશન ટૂની પરીક્ષાની તારીખોમાં ફેરફાર કર્યો છે. નવા સમયપત્રક મુજબ હવે પરીક્ષા 4 એપ્રિલથી 15 એપ્રિલ 2024 વચ્ચે યોજાશે. અગાઉ પરીક્ષાઓ 1 એપ્રિલથી 15 એપ્રિલ 2024 વચ્ચે યોજાવાની હતી. હવે ચાર દિવસ બાદ પરીક્ષાઓ શરૂ થશે. NTAએ આ અંગે સત્તાવાર વેબસાઇટ પર નોટિસ જાહેર કરી છે. આ જોવા માટે તમે સત્તાવાર વેબસાઇટ પર જઈ શકો છો, જેનું એડ્રેસ છે- jeemain.nta.ac.in.


JEE મેન્સ 2024 સેશન ટૂની જરૂરી તારીખો નીચે મુજબ છે


રજિસ્ટ્રેશન શરૂ થવાની તારીખ- 2 ફેબ્રુઆરી 2024


રજિસ્ટ્રેશન કરવાની અંતિમ તારીખ- 2 માર્ચ 2024 (રાત્રે 11.50 વાગ્યા સુધી)


એક્ઝામ સિટી સ્લિપ રિલીઝ થવાની તારીખ- માર્ચ મહિનાના ત્રીજા સપ્તાહ સુધી


એડમિટ કાર્ડ રિલીઝ થવાની તારીખ - પરીક્ષાના ત્રણ દિવસ પહેલા


પરીક્ષાની તારીખ - 4 એપ્રિલથી 15 એપ્રિલ 2024


રિઝલ્ટની તારીખ - 25 એપ્રિલ 2024


 


રજીસ્ટ્રેશન પણ શરૂ થઈ ગયું છે


નોંધનીય છે કે જેઇઇ મેઇન્સ 2024 સેશન ટૂ માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે. જે ઉમેદવારો અરજી કરવા માંગે છે તેઓ સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ફોર્મ ભરી શકે છે. આ માટે તમે ઉપરોક્ત વેબસાઇટની પણ મુલાકાત લઈ શકો છો. અહીંથી તમામ વિગતો અને અપડેટ જાણવા મળશે અને અરજી પણ કરી શકાશે.


આ સરળ સ્ટેપથી કરો અરજી


-અરજી કરવા માટે પહેલા સત્તાવાર વેબસાઇટ એટલે કે jeemain.nta.ac.in પર જાવ.


-હોમપેજ પર એક લિંક આપવામાં આવી છે જેના પર લખ્યુ હશે JEE Mains Exam 2024 Session 2 Link. તેના પર ક્લિક કરો.


-આમ કરવાથી એક નવું પેજ ખુલશે. તેના પર તમે રજિસ્ટર કરો અને તમારા એકાઉન્ટમાં લોગિન કરો.


-હવે એકાઉન્ટ પર જાવ અને નિયત ફોર્મેટમાં અરજી ફોર્મ ભરો અને ફી પણ જમા કરો.


-આ પછી તેને સબમિટ કરો અને પેજ ડાઉનલોડ કરો.


-તેની હાર્ડ કોપી કાઢીને રાખો. આ ભવિષ્યમાં તમારા માટે ઉપયોગી થશે.                                                                                


Education Loan Information:

Calculate Education Loan EMI