Recruitment 2022: નોકરીની શોધમાં બેઠેલા ગ્રેજ્યુએટ ઉમેદવારો માટે સારા સમાચાર છે. ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (જેએસએસસી) એ સ્ટેનોગ્રાફર્સની જગ્યાઓ માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. જેના માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ પોસ્ટ્સ માટેની અરજી પ્રક્રિયા 27 જુલાઇ સુધી ચાલુ રહેશે. ઉમેદવારો આ ભરતી માટે સત્તાવાર વેબસાઇટ jssc.nic.in પર જઈને અરજી કરી શકે છે.
કેટલી જગ્યા ભરવામાં આવશે
આ ભરતી અભિયાન દ્વારા સ્ટેનોગ્રાફરની 452 જગ્યાઓ ભરવામાં આવશે.
આવશ્યક શૈક્ષણિક લાયકાત
નોટિફિકેશન મુજબ આ ભરતી માટે અરજી કરનાર ઉમેદવાર કોઈ પણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએટ હોવો જોઈએ.
વય-મર્યાદા
આ ભરતી માટે અરજી કરવા માટે ઉમેદવારની ઉંમર 21 વર્ષથી 35 વર્ષ વચ્ચે હોવી જોઈએ. સાથે જ અનામત વર્ગના ઉમેદવારોને મહત્તમ વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.
કેટલી છે અરજી ફી
આ પોસ્ટ્સ માટે અરજી કરવા માટે ઉમેદવારોએ પરીક્ષા ફી તરીકે 100 રૂપિયા ચૂકવવા પડશે. એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી 5૦ રૂપિયા નક્કી કરવામાં આવી છે.
કેવી રીતે થશે પસંદગી
આ જગ્યાઓ માટે ઉમેદવારોની પસંદગી સ્કીલ ટેસ્ટ અને લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે.
આ રીતે કરો અરજી
ઉમેદવારોએ સૌપ્રથમ jssc.nic.in વેબસાઇટની મુલાકાત લેવી જોઈએ.
જ્યાં હોમ પેજ પર આપેલા અરજી વિભાગમાં જવું જોઈએ.
અહીં, ઉમેદવારોએ જેએસએસસીઇ -2022 માટે ઓનલાઇન અરજીની લિંક પર ક્લિક કરવું પડશે.
હવે એપ્લાય ઓનલાઇન પર ક્લિક કરો.
આ પછી ઉમેદવારોએ જરૂરી વિગતો અને દસ્તાવેજો અપલોડ કરવા પડશે.
બાદમાં ઉમેદવારોએ એપ્લિકેશન ફી ચૂકવીને અરજી સબમિટ કરે.
JEE Main પરીક્ષાનું પરિણામ થયું જાહેર
નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ આજે જેઈઈ મેઈનની પરીક્ષાનું પરિણામ સત્તાવાર વેબસાઈટ jeemain.nta.nic.in પર જાહેર કર્યું છે. પરીક્ષામાં ભાગ લેનારા વિદ્યાર્થીઓ લોગ ઇન કરીને એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ દાખલ કરીને પરિણામ ચકાસી શકે છે. આ પરીક્ષા દર વર્ષે લેવામાં આવે છે. આ વર્ષે પરીક્ષાની તારીખોમાં ઘણી વખત ફેરફાર કરવામાં આવ્યા છે. જેઇઇ મેઇન્સની પરીક્ષા પહેલા એપ્રિલ મહિનામાં યોજાવાની હતી, ત્યારબાદ તારીખ બદલીને મે અને પછી જૂન કરવામાં આવી હતી. જેઇઇ પ્રથમ સત્રની પરીક્ષા 20 જૂનથી શરૂ થઈ હતી અને 29 જૂને સમાપ્ત થઈ હતી. આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. સત્ર 1 ની પરીક્ષા માટે 7 લાખથી વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. આ ઉમેદવારોનું પરિણામ હવે એનટીએ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
Education Loan Information:
Calculate Education Loan EMI