Gujarat Educational News: અમદાવાદ ડિગ્રી એન્જીનીયરીંગમાં આજથી 30 જૂન સુધી વિદ્યાર્થીઓ ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે. આ વર્ષે 64262 બેઠકો માટે પ્રવેશ પ્રકિયા હાથ ધરવામાં આવશે.  ગત વર્ષ કરતા બે હજાર બેઠકોનો ઘટાડો કરાયો છે. રકારી એન્જીનીયરીંગ કોલેજોમાં નવી 600 બેઠકો વધારવામાં આવી છે.  પ્રોવિઝનલ મેરીટ 6 જુલાઈએ જાહેર થશે અને પહેલા રાઉન્ડનું મેરીટ 25 જુલાઈએ બહાર પડશે, જોકે આ વર્ષે એન્જીનિયરિંગમાં અંદાજિત 35 હજાર બેઠકો ખાલી રહેવાની શક્યતા છે.


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં અધ્યાપકોની થશે ભરતી, જાણો વિગત


સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારીત ભરતી પ્રક્રિયાને લઇને મહત્વના સમાચાર સામે આવ્યા છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરાર આધારિત અધ્યાપકોની ભરતી 8 અને 9 જૂનના રોજ થશે. આઠ સભ્યોની કમિટી ઇન્ટરવ્યૂ લેશે. આઠ સભ્યોની ટીમના સરેરાશ 20 ટકા માર્કસ, રિસર્ચ સ્કોરના 80 ટકા માર્કસ માન્ય ગણાશે. બંન્નેના માર્કસના આધારે મેરિટ તૈયાર થશે. જે બાદ ભરતી કરાશે.


ગાંધીનગરમાં એક જ ગાડીમાં જોવા મળ્યા જીતુ વાઘાણી અને મનિષ સિસોદીયા, જાણો શું છે મામલો


ગાંધીનગર મહાત્મા મંદીર ખાતે નેશનલ કોન્ફરન્સ ઓફ એજ્યુકેશન મિનિસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. 1 અને 2 જૂન દરમિયાન નેશનલ કોન્ફરન્સ ઓફ સ્કૂલ એજ્યુકેશન મિનિસ્ટરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમા ભાગ લેવા માટે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધમેન્દ્ર પ્રધાન પણ ગાંધીનગર પહોંચ્યા. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહેશે. દેશના વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રી કોન્ફરન્સમાં ભાગ લેવા પહોંચી ગયા છે.  આ ઉપરાંત નેશનલ એજ્યુકેશન પોલિસીના સ્ટિયરીંગ કમિટીના ચેરમેન કે કસ્તુરીરંગન પણ ઉપસ્થિત રહેશે.


જો કે આ કાર્યક્રમ પહેલા જ સૌથી વધુ ચર્ચા ગુજરાતના શિક્ષણ મંત્રી જીતુ વાધાણી અને દિલ્હીના શિક્ષણ મંત્રી મનિષ સિસોદીયાને લઈને થઈ રહી છે. આજે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન અને દિલ્હી શિક્ષણ મંત્રી મનીષ સીસોદીયા અને ગુજરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી એક જ ગાડીમાં વિધા સમીક્ષા કેન્ડ જવા રવાના થયા હતી. થોડા દિવસ પહેલા ગુજરાતના શિક્ષણને લઈને મનિષ અને જીતુ વાઘાણી આમને સામને આવી ગયા હતા. વાત એટલે સુધી વધી ગઈ હતી કે, મનિષ સિસોદીયા જીતુ વાઘાણીના મતવિસ્તાર ભાવનગર ખાતે સરકારી શાળાઓ જોવા આવ્યા હતા.  આજના કાર્યક્રમમાં વિદ્યા સમિક્ષા કેન્દ્રની તબક્કાવાર પ્રતિનિધિ મંડળો મુલાકાત લેશે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથે વિવિધ રાજ્યોના શિક્ષણ મંત્રી તથા અધિકારીઓ કરશે સૌજન્ય મુલાકાત કરશે.અને ડિનરનુ આયોજન કરવામાં આવશે.


Education Loan Information:

Calculate Education Loan EMI