અમદાવાદમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત પહેલા પુસ્તક માર્કેટમાં ગ્રાહકોની ભીડ જોવા મળી હતી. શહેરમાં ગાંધી પુલ રોડ સ્થિત સ્ટેશનરી માર્કેટમાં પુસ્તક, નોટબુક, બેગ સહિતની ખરીદી કરવા વાલીઓનો ધસારો જોવા મળ્યો હતો. ઉનાળુ વેકેશન બાદ પાંચ જૂનથી શાળા અને કોલેજમાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થશે.


રાજ્યની શાળાઓ અને કોલેજમાં આવતા સપ્તાહે નવા શૈક્ષણિક વર્ષની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે પુસ્તક માર્કેટમાં ગ્રાહકોની ભીડ જોવા મળી રહી છે. સ્કૂલ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે અમદાવાદના ગાંધી પુલ રોડ સ્થિત સ્ટેશનરી માર્કેટમાં વાલીઓ પોતાના બાળકો માટે પુસ્તક નોટબુક સહિતની સાહિત્ય સામગ્રી ખરીદવા માટે આવી રહ્યા છે.


35 દિવસના ઉનાળુ વેકેશન બાદ પાંચમી જૂનથી રાજ્યની શાળા અને કોલેજમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઈ રહી છે. વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જેથી પુસ્તક માર્કેટમાં પુસ્તકો નોટબુક સહિતની શૈક્ષણિક સામગ્રી ખરીદવા માટે લોકોનો ઘસારો જોવા મળી રહ્યો છે. જોકે દર વર્ષની જેમ આ વર્ષે પણ વધી રહેલી મોંઘવારીની અસર પુસ્તકો અને નોટબુકની કિંમત પર જોવા મળી રહી છે. કાગળ તૈયાર કરવાના કાચા માલમાં થયેલો ભાવ વધારો તેની મૂળ કિંમત પર જોવા મળી રહ્યો છે, એટલે કે આ વર્ષે અલગ અલગ સાધન સામગ્રીમાં પાંચથી દસ ટકાનો સુધીનો વધારો જોવા મળી રહ્યો છે. શાળા અને કોલેજોમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાં પાંચમી મેથી શાળામાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થવાની છે. જેથી લોકો લોકો પુસ્તકો, નોટબુક, બેગ સહિતની સામગ્રી ખરીદવા માટે પહોંચી રહ્યા છે.


સામાન્ય દિવસો કરતા શાળા શરૂ થવાના એક સપ્તાહ પહેલા વાલીઓ પોતાના બાળકો માટે વર્ષ દરમિયાન જરૂરી હોય એ પ્રકારની શૈક્ષણિક સામગ્રીની ખરીદવાનું વધારે પસંદ કરતા હોય છે. જેથી પુસ્તક માર્કેટમાં લોકોની ભીડ પણ જોવા મળી રહી છે. માત્ર અમદાવાદ પરંતુ આસપાસના ગામડા અને શહેરમાંથી લોકો અહીં આવીને ખરીદી કરવાનું વધારે પસંદ કરતા હોય છે. શાળા શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, જેથી છેલ્લી ઘડીએ બજારમાં ખરીદદારી નીકળતા દુકાનદારો ખુશ જોવા મળ્યા હતા.       


Education Loan Information:

Calculate Education Loan EMI