Lok Rakshak PSI update: લોકરક્ષક અને પીએસઆઈ ભરતી મુદ્દે આઈપીએસ હસમુખ પટેલે મોટી જાહેરાત કરી છે. આ જાહેરાત મુજબ, જે ઉમેદવારો એપ્રિલ મહિનામાં યોજાયેલી અરજી પ્રક્રિયા દરમિયાન અરજી કરવાથી વંચિત રહી ગયા હતા, તેમને હવે ફરીથી અરજી કરવાની તક આપવામાં આવશે.
હસમુખ પટેલે ટ્વીટ કરીને માહિતી આપી છે કે, "26 ઓગસ્ટથી 9 સપ્ટેમ્બર 2024 સુધી, બાકી રહેલા તમામ ઉમેદવારો માટે અરજી પોર્ટલ ફરીથી ખોલવામાં આવશે. આ નિર્ણય એવા ઉમેદવારોને મદદ કરવા માટે લેવામાં આવ્યો છે જેઓ કોઈપણ કારણસર પ્રથમ તબક્કામાં અરજી કરી શક્યા નહોતા.
નોંધનીય છે કે, ગુજરાત સરકારના ગૃહ વિભાગે આજે પોલીસ દળમાં વિવિધ પદો માટે મોટાપાયે ભરતી અભિયાનની જાહેરાત કરવામાં આવી હતી. આ ભરતી અભિયાન હેઠળ કુલ 12,472 જગ્યાઓ ભરવામાં આવશે, જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI), લોકરક્ષક અને જેલ સિપાઈના પદોનો સમાવેશ થાય છે.
ભરતી પ્રક્રિયાની મુખ્ય વિગતો:
- અરજી પ્રક્રિયાની શરૂઆત: 4 એપ્રિલ 2024
- અરજી કરવાની છેલ્લી તારીખ: 30 એપ્રિલ 2024
- કુલ જગ્યાઓ: 12,472
- અરજી પ્રક્રિયા: ઓનલાઈન (https://ojas.gujarat.gov.in પર)
જગ્યાઓનું વિભાજન:
- બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર: 472 (316 પુરુષ, 156 મહિલા)
- બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ: 6,609 (4,422 પુરુષ, 2,187 મહિલા)
- હથિયારી પોલીસ કોન્સ્ટેબલ (CRPF): 1,000 (માત્ર પુરુષો)
- જેલ સિપાઈ: 1,098 (1,013 પુરુષ, 85 મહિલા)
લાયકાત અને વય મર્યાદા:
- PSI માટે: સ્નાતક ડિગ્રી, 21 35 વર્ષ
- લોકરક્ષક માટે: ધોરણ 12 પાસ, 18 33 વર્ષ
- કોમ્પ્યુટર જ્ઞાન આવશ્યક
ઉમેદવારોએ અરજી કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જરૂરી છે:
- વ્યક્તિગત વિગતો:
- ઉમેદવારે પોતાની અટક, નામ અને પિતા/પતિનું નામ ધોરણ 12 અથવા સમકક્ષ પરીક્ષાની છેલ્લી માર્કશીટ મુજબ જ દર્શાવવાનું રહેશે.
- માર્કશીટની સ્કેન કોપી અપલોડ કરવી આવશ્યક છે.
- પદ પસંદગી:
- પોલીસ સબ ઇન્સ્પેક્ટર (PSI) માટે: 'PSI કોડ' પસંદ કરવો
- લોકરક્ષક માટે: 'લોકરક્ષક કેડર' પસંદ કરવું
- બંને પદો માટે અરજી કરવા: 'બોથ' વિકલ્પ પસંદ કરવો
- માજી સૈનિકો માટે અનામત:
- ગુજરાત રાજ્ય સેવા નિયમો 1975 અને 1994ના સુધારેલા નિયમો અનુસાર અનામતનો લાભ મળવાપાત્ર છે.
- ફોટો અને સહી અપલોડ:
- રંગીન પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટો (15 KB થી ઓછી સાઇઝ)
- સ્પષ્ટ વંચાય તેવી સહીની ઇમેજ (15 KB થી ઓછી સાઇઝ)
- બંને JPG ફોર્મેટમાં અપલોડ કરવાના રહેશે
Education Loan Information:
Calculate Education Loan EMI