National Housing Bank Recruitment 2021: નેશનલ હાઉસિંગ બેંક (NHB) પાસે બેંકમાં કારકિર્દી બનાવવા માંગતા ઉમેદવારો માટે સારા સમાચાર છે. બેંકે આસિસ્ટન્ટ મેનેજર, ડેપ્યુટી મેનેજર અને રિજનલ મેનેજરની 17 જગ્યાઓ માટે અરજીઓ મંગાવી છે. તાજેતરમાં, આ અંગેનું નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે. 1લી ડિસેમ્બર 2021થી ઓનલાઈન અરજીની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ગ્રેજ્યુએટની ડિગ્રી અને સંબંધિત ક્ષેત્રમાં થોડા વર્ષોનો અનુભવ મેળવનાર ઉમેદવારો આ પોસ્ટ્સ માટે અરજી કરી શકે છે. ઉમેદવારોની પસંદગી ભરતી પરીક્ષાના આધારે કરવામાં આવશે.


આ રીતે જુઓ વેકેન્સી ડિટેલ્સ


નોટિફિકેશન અનુસાર, આસિસ્ટન્ટ મેનેજર સ્કેલ-1 ની 14 જગ્યાઓ પર ભરતી થવાની છે. આ ઉપરાંત ડેપ્યુટી મેનેજરની બે જગ્યાઓ અને રિજનલ મેનેજરની એક જગ્યા માટે અરજીઓ મંગાવવામાં આવી છે.


ભરતી સંબંધિત મહત્વની તારીખો



  • અરજી કરવાની છેલ્લી તારીખ - 30 ડિસેમ્બર 2021

  • અરજી ફી સબમિટ કરવાની છેલ્લી તારીખ- 30 ડિસેમ્બર 2021

  • ભરતી પરીક્ષાની તારીખ - જાન્યુઆરી/ફેબ્રુઆરી 2022

  • એડમિટ કાર્ડ ઈશ્યુ તારીખ - હજુ નક્કી નથી


શૈક્ષણિક લાયકાત અને વય મર્યાદા


આ પોસ્ટ્સ માટે અરજી કરનારા ઉમેદવારો કોઈપણ શાખાના ગ્રેજ્યુએટ હોવા જોઈએ. આ ઉપરાંત ડેપ્યુટી મેનેજર અને રિજનલ મેનેજરની જગ્યાઓ માટે અરજી કરનારા ઉમેદવારોને સંબંધિત ક્ષેત્રમાં 2 વર્ષનો અનુભવ હોવો જોઈએ. વય મર્યાદા વિશે વાત કરીએ તો, આસિસ્ટન્ટ મેનેજર માટે 21-30 વર્ષ, ડેપ્યુટી મેનેજર માટે 23-32 વર્ષ અને રિજનલ મેનેજર માટે 30-45 વર્ષ છે. આ વિશે વધુ માહિતી માટે તમે નોટિફિકેશન જોઈ શકો છો.


અરજી ફી


જનરલ, OBC અને EWS કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયાની અરજી ફી ચૂકવવી પડશે. SC, ST અને દિવ્યાંગ માટે અરજી ફી 175 રૂપિયા છે. એપ્લિકેશન ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા નેટ બેંકિંગ દ્વારા જમા કરી શકાય છે.


આ રીતે અરજી કરો


આ જગ્યાઓ માટે અરજી કરવા માટે, ઉમેદવારોએ નેશનલ હાઉસિંગ બેંકની સત્તાવાર વેબસાઇટ https://nhb.org.in પર જવું પડશે. અહીં રિક્રૂટમેંટ વિભાગમાં આ ભરતીનું નોટિફિકેશન અને અરજી કરવાની લિંક મળશે. નોટિફિકેશનમાં આપવામાં આવેલા દિશા નિર્દેશો જોઈને અરજીન પ્રક્રિયા પૂરી કરી શકો છો.


Education Loan Information:

Calculate Education Loan EMI