NCL Recruitment 2021:  જો તમે યુવાન છો અને તમે ITI કર્યું છે તો તમારા માટે આ એક સુવર્ણ તક છે. કોલ ઈન્ડિયા લિમિટેડ (CIL) ની પેટાકંપની, ધ નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડ (NCL) ફિટર ટ્રેડ એપ્રેન્ટિસની પોસ્ટ માટે 1,295 ખાલી જગ્યાઓ ભરવા માટે પાત્ર ITI લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઑનલાઇન અરજીઓ આમંત્રિત કરે છે. પાત્રતાના માપદંડોને પૂર્ણ કરતા ઉમેદવારોએ NAPS પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરવાની રહેશે. ઉપરાંત, અરજી 20 ડિસેમ્બર પહેલા સબમિટ કરવાની રહેશે.


કઈ કઈ પોસ્ટ માટે મંગાવી છે અરજી


NCL ટ્રેડ એપ્રેન્ટિસ ભરતી 2021 દ્વારા NCL (નોર્ધન કોલ ફિલ્ડ્સ લિમિટેડ) માં કારકિર્દી બનાવવાની સુવર્ણ તક છે. ITI ટ્રેડ એપ્રેન્ટિસ નોકરીઓ 2021 માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારોની ઉંમર 20મી ડિસેમ્બર 2021ના રોજ  લઘુત્તમ 16 વર્ષ અને મહત્તમ 24 વર્ષથી વધુ ન હોવી જોઈએ. નોર્ધન કોલફિલ્ડ લિમિટેડમાં ટ્રેડ એપ્રેન્ટિસ નોકરીઓ માટે અરજી કરવા ઇચ્છુક ઉમેદવારો ITI સાથે ફિટર, ઇલેક્ટ્રિશિયન, વેલ્ડર અને મોટર મિકેનિક ટ્રેડ્સ અને ક્લાસ8/VNCT. SSLC/વર્ગ 10 અથવા તેની સમકક્ષ પાસ હોવો જોઈએ. ફીટરની 685 જગ્યા, ઇલેક્ટ્રિશિયનની 430 જગ્યા , મિકેનિકની 92 જગ્યા અને વેલ્ડરની 88 જગ્યા માટે અરજી મંગાવવામાં આવી છે.


કયા રાજ્યોના ઉમેદવાર જ કરી શકશે અરજી


NCLના નોટિફિકેશન મુજબ ઉત્તર પ્રદેશ અને મધ્ય પ્રદેશમાંથી ITI પ્રમાણપત્ર મેળવનાર ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. યુપી અને એમપી સિવાયના રાજ્યોમાંથી પાસ આઉટ થયેલા ઉમેદવારોને આ ભરતી માટે લાયક ગણવામાં આવશે નહીં. પસંદ થયેલા ઉમેદવારોને તાલીમ સમયગાળા દરમિયાન સ્ટાઈપેન્ડના સ્વરૂપમાં એક નિશ્ચિત રકમ આપવામાં આવશે, જે ઉમેદવારોના આધાર લિંક્ડ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.


Education Loan Information:

Calculate Education Loan EMI