NEET UG 2024 Important Changes Introduced By NTA: આ વર્ષની NEET પરીક્ષા 2024 માટે રજીસ્ટ્રેશનની શરૂઆત થઇ ગઇ છે. NTA એ એપ્લિકેશન લિંક ઓપન કરી છે. આ સાથે આ વર્ષે એજન્સીએ પરીક્ષામાં પણ ઘણા મોટા ફેરફારો કર્યા છે. જેમાં પરિણામોની ગણતરીમાં ઉંમરને મહત્વ ન આપવાથી લઈને ટાઈ બ્રેકિંગ સુધીના નિયમોમાં કરાયેલા ફેરફારોનો સમાવેશ થાય છે. આ ફેરફારો શું છે અને લાખો NEET ઉમેદવારો પર તેની શું અસર થશે? જાણો.
એપ્લિકેશન લિંક ઓપન કરી
NEET UG પરીક્ષા 2024 માટેની એપ્લિકેશન લિંક ઓપન કરવામા આવી છે. જે ઉમેદવારો આ વર્ષની પરીક્ષા માટે અરજી કરવા માંગે છે તેઓ NEET UG ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને ફોર્મ ભરી શકે છે. આ કરવા માટે સત્તાવાર વેબસાઇટનું એડ્રેસ છે – neetonline.in.
આ વખતે NTA એ NEET 2024 માટે એક નવી વેબસાઈટ પણ લોન્ચ કરી છે. ઉમેદવારો આ વર્ષનું ઇન્ફોર્મેશન બુલેટિન, સિલેબસ અને એપ્લિકેશન લિંક વગેરે જોઇ શકે છે. અહીંથી વધુ અપડેટ્સ પણ જોઈ શકાય છે.
શું છે નવો ટાઈ-બ્રેકિંગ ક્રાઇટેરિયા?
NEET UG માટે રિઝલ્ટના જે નિયમો બદલાયા તે આ પ્રકારે છે. જે ઉમેદવારે બાયોલોજી એટલે કે બોટની અને પ્રાણીશાસ્ત્રમાં વધુ ગુણ મેળવ્યા હોય તેમને પ્રથમ પસંદગી આપવામાં આવશે. આ પછી બીજા નંબર પર જેણે કેમેસ્ટ્રીમાં વધુ ગુણ હાંસલ કર્યા હોય તેમને મહત્વ આપવામાં આવશે. ત્રીજા નંબર પર ફિઝિક્સના માર્ક્સ કાઉન્ટ કરાશે અને ચોથા નંબર પર કમ્પ્યૂટરથી ડ્રો થશે. આમાં કોઈ વ્યક્તિ સામેલ નહી અને જેમ મશીન કહેશે તેમ ડ્રો નીકળશે અને તેને ફાઇનલ માનવામાં આવશે.
આ અન્ય ફેરફારો છે
ટાઇ-બ્રેકિંગ ક્રાઇટેરિયા સિવાય જે ફેરફારો કરવામાં આવ્યા છે તે પરીક્ષા કેન્દ્રોની સંખ્યામાં વધારો છે. ગત વખતે 499 કેન્દ્રો હતા, જે હવે વધારીને 554 કરવામાં આવશે. આ વખતે દેશની બહાર કોઈ સેન્ટર નહીં હોય.
NEET ના અભ્યાસક્રમમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે અને તે NCERT દ્વારા ધોરણ 11 અને 12ના અભ્યાસક્રમમાં કરવામાં આવેલા ફેરફારોને અનુરૂપ છે. ઉમેદવારોને નવીનતમ અભ્યાસક્રમ જોવા અને માહિતી મેળવવા માટે સત્તાવાર વેબસાઇટની મુલાકાત લેવાની વિનંતી કરવામાં આવે છે.
Education Loan Information:
Calculate Education Loan EMI