neet ug 2026 re exam admit card: મેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે લેવાતી NEET UG 2026 ની પુનઃપરીક્ષા (Re-Exam) આપનારા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા 21 જૂનના રોજ લેવાનાર આ પરીક્ષા માટેના એડમિટ કાર્ડ (હોલ ટિકિટ) સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓ NTA ની વેબસાઇટ neet.nta.nic.in પર જઈને પોતાની લોગિન ડિટેલ્સ નાખીને આસાનીથી પોતાનું એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકે છે. આ વખતની પરીક્ષાના સમય અને પ્રશ્નપત્રમાં કેટલાક ખાસ ફેરફારો પણ કરવામાં આવ્યા છે, જે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા જતા પહેલા ખાસ જાણી લેવા જોઈએ.

Continues below advertisement

એડમિટ કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરશો?

જો તમારે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવું હોય તો સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ neet.nta.nic.in પર જાઓ. ત્યાં હોમપેજ પર જ તમને 'NEET UG Re-Exam 2026 Admit Card' ની લિંક દેખાશે, તેના પર ક્લિક કરો. હવે તેમાં તમારો એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને સિક્યોરિટી પિન નાખો. આટલું કરીને લોગ-ઈન કરશો એટલે તમારું એડમિટ કાર્ડ સ્ક્રીન પર દેખાશે. તેમાં આપેલી તમામ માહિતી બરાબર ચેક કરી લો અને અંતે તેને ડાઉનલોડ કરીને તેની પ્રિન્ટ કાઢી લો.

Continues below advertisement

એડમિટ કાર્ડમાં કઈ-કઈ માહિતી હશે?

તમે જે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરશો તેમાં તમારું નામ, રોલ નંબર અને જન્મ તારીખ જેવી પાયાની માહિતી હશે. આ ઉપરાંત, પરીક્ષા કેન્દ્રનું પૂરું સરનામું પણ આપેલું હશે જેથી તમને સેન્ટર શોધવામાં તકલીફ ન પડે. ખાસ કરીને તેમાં 'રિપોર્ટિંગ ટાઈમ' લખેલો હશે, જેનું પાલન કરવું ફરજિયાત છે. પરીક્ષાના દિવસે કોઈ અફરાતફરી ન થાય તે માટે એડમિટ કાર્ડમાં આપેલી તમામ સૂચનાઓ અગાઉથી જ બરાબર વાંચી લેવી હિતાવહ છે. રિફંડ સંબંધિત કોઈપણ સમસ્યા ટાળવા માટે NTA એ વિદ્યાર્થીઓને બેંક ખાતાની વિગતો પણ ચકાસી લેવા સલાહ આપી છે.

આ પણ વાંચોઃ NEET કૌભાંડનો મોટો ખુલાસો: પેપર લીક કેસમાં ભાજપ નેતા અને તેનો ભાઈ માસ્ટરમાઇન્ડ નીકળ્યા

શું છે પરીક્ષાનું ટાઈમ-ટેબલ?

પરીક્ષા આપવા જતા ઉમેદવારોએ સમયનું ખાસ ધ્યાન રાખવાનું છે. પરીક્ષા કેન્દ્ર પર સવારે 11:00 વાગ્યાથી જ એન્ટ્રી મળવાની શરૂ થઈ જશે. બપોરે 1:30 વાગ્યે સેન્ટરના દરવાજા બંધ કરી દેવામાં આવશે. બપોરે 1:40 પછી કોઈપણ સંજોગોમાં એન્ટ્રી આપવામાં આવશે નહીં. આ પરીક્ષા બપોરે 2:00 વાગ્યાથી શરૂ થઈને સાંજે 5:15 વાગ્યા સુધી લેવાશે.

આ વખતે પરીક્ષામાં કરાયા છે આ મોટા ફેરફાર

વિદ્યાર્થીઓની સુવિધા માટે NTA એ આ વખતે પરીક્ષાની પેટર્નમાં કેટલાક સારા ફેરફારો કર્યા છે. હવે વિદ્યાર્થીઓને પેપર પૂરું કરવા માટે પહેલા કરતા વધુ સમય મળશે. પરીક્ષાનો કુલ સમય વધારીને 195 મિનિટ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત, ગણતરી કે રફ કામ કરવા માટે પ્રશ્નપત્રમાં જ 4 કોરા પેજ આપવામાં આવશે. આ પેજમાંથી 2 શરૂઆતમાં અને 2 પેપરના અંતમાં હશે, જેથી વિદ્યાર્થીઓને રફ કામ કરવામાં સરળતા રહે.

આ પણ વાંચોઃ 14 રાજ્યોમાં NEET પેપર લીક કૌભાંડ: CBIની તપાસ શરૂ, જાણો 10 મુદ્દામાં આખો ઘટનાક્રમ


Education Loan Information:

Calculate Education Loan EMI