NEET UG Counselling: અંડરગ્રેજ્યુએટ મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે કાઉન્સેલિંગની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. મેડિકલ કાઉન્સેલિંગ કમિટીના જણાવ્યા અનુસાર સ્ટેટ ક્વોટા હેઠળ કાઉન્સેલિંગની પ્રક્રિયા 27 જાન્યુઆરીથી શરૂ થશે. આવી સ્થિતિમાં  જે લોકો આ કાઉન્સેલિંગમાં ભાગ લેવા માગે છે તેઓ MCC (મેડિકલ કાઉન્સેલિંગ કમિટી) ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લઈને નોંધણી કરાવી શકે છે.


આ દસ્તાવેજોની પડશે જરૂર



  • નીટ 2021 એડમિટ કાર્ડ

  • વય પ્રમાણપત્ર

  •  NTER NEET સ્કોર રેન્ક સાથે NEET 2021 સ્કોર કાર્ડ

  • 12મા, 10મા ધોરણની માર્કશીટ

  • આધાર કાર્ડ, પાન કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ. આમાંથી કોઈપણ આઈડીનો ઉપયોગ ઓળખ કાર્ડ તરીકે થઈ શકે છે.

  •  8-10 પાસપોર્ટ ફોટા


Medical Counselling Committee:: કેવી રીતે નોંધણી કરવી



  • નોંધણી માટે સૌ પ્રથમ MCC ની સત્તાવાર વેબસાઇટ, mcc.nic.in ની મુલાકાત લો.

  • અહીં હોમપેજ પર સમાચાર અને ઘટનાઓના વિભાગમાં જઈને કાઉન્સેલિંગ સંબંધિત નોંધણી સંબંધિત લિંક પર ક્લિક કરો.

  • અહીં તમને એક નવું પેજ મળશે. અહીં તમને કેટલીક માહિતી માટે પૂછવામાં આવશે. તેને ભરો અને લોગિન કરો.

  • હવે જરૂરી દસ્તાવેજો અપલોડ કરો.

  • તમારી અરજી ફી સબમિટ કર્યા પછી, સબમિટ પર ક્લિક કરો.

  • એપ્લિકેશનની પ્રિન્ટ લેવાનું ભૂલશો નહીં.


ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ


દેશમાં કોરોનાનો કહેર દિન પ્રતિદિન વધી રહ્યો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના ત્રણ લાખથી વધારે કેસ નોંધાયા છે અને 491 લોકોના મોત  થયા છે. જ્યારે 2,23,990 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં એક્ટિવક સેની સંખ્યા 19 લાખને વટાવી ગઈ છે. દૈનિક પોઝિટિવિટી રેટ 16.41 ટકા છે. દેશમાં ઓમિક્રોન કેસની સંખ્યા 3.63 ટકાના વધારા સાથે 9281 પર પહોંચી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,17,352 નવા કેસ, 491 મોત અને 2,23,990 લોકો સાજા થયા છે. દેશમાં કોરોના સામે કુલ 3,58,07,029 લોકો જંગ જીતી ચૂક્યા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 4,87,693 પર પહોંચ્યો છે. દેશમાં કુલ રસીકરણનો આંક 159,67,55,879 પર પહોંચ્યો છે, જેમાંથી 73,38,592 લોકોને ગઈકાલે ડોઝ અપાયો હતો.


Education Loan Information:

Calculate Education Loan EMI