NEET UG Result 2024 Date: NEET UG પરીક્ષા 5 મે, 2024 ના રોજ યોજાઈ હતી. ભારતીય મેડિકલ કોલેજના MBBS અને BDS અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે NEET UG પરીક્ષા (NEET UG 2024 Result) પાસ કરવી જરૂરી છે. મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા NEET UGમાં ટોપ સ્કોર મેળવનારા વિદ્યાર્થીઓને સરકારી મેડિકલ કોલેજોમાં પ્રવેશ મળે છે. NEET UG પરિણામ 14 જૂન, 2024 ના રોજ જાહેર કરવામાં આવશે. આ માટે તમે NTAની સત્તાવાર વેબસાઇટ exams.nta.ac.in/NEET-UG પર અપડેટ્સ ચકાસી શકો છો.


NEET UG 2024 પરિણામ જાહેર થયાની સાથે જ વિવિધ કેટેગરી અનુસાર કટઓફ લિસ્ટ પણ રીલિઝ કરવામાં આવશે.  આ કટઓફ લિસ્ટ પણ ઓલ ઇન્ડિયા લેવલ અને સ્ટેટ લેવલના હિસાબે અલગ અલગ બહાર પાડવામાં આવશે. જો તમે આ વર્ષે NEET UG ની પરીક્ષા આપી છે તો બેઠકોના સંપૂર્ણ મેટ્રિક્સને સમજવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. આનાથી તમને ખ્યાલ આવશે કે તમને આ વર્ષે સરકારી મેડિકલ કોલેજમાં એડમિશન મળશે કે નહીં.


જે વિદ્યાર્થીઓએ NEET UG 2024ની પરીક્ષા આપી હતી તેઓએ તેમના પરિણામો તપાસવા અને ઓલ ઈન્ડિયા રેન્ક (AIR) અને સ્કોર જાણવા માટે આ પરીક્ષાની સત્તાવાર વેબસાઈટ exams.nta.ac.in/NEET ની મુલાકાત લેવી જોઈએ. આ પછી આ વેબસાઇટના હોમ પેજ પર એક્ટિવ કરાયેલા રિઝલ્ટ લિંક પર ક્લિક કરો. પછી નવા પેજ પર વિદ્યાર્થીઓ તેમનો અરજી નંબર અને જન્મ તારીખની વિગતો ભરી સબમિટ કરીને તેમનું પરિણામ જોઈ શકશે, જેના પર તેમનો સ્કોર અને ઓલ ઈન્ડિયા રેન્ક પણ જોવા મળશે. વિદ્યાર્થીઓએ તેની પ્રિન્ટ લઇ લેવી જોઇએ.


549 કોલેજો, 24 લાખ ઉમેદવારો


ભારતીય યુવાનોમાં મેડિકલ એજ્યુકેશનનો ઘણો ક્રેઝ છે. દર વર્ષે લાખો યુવાનો NEET UG પરીક્ષા માટે અરજી કરે છે. આ વર્ષે NEET UG પરીક્ષા માટે 24 લાખ 12 પાસ વિદ્યાર્થીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. 14મી જૂને પરિણામ જાહેર થવાની સાથે તેમની રાહનો પણ અંત આવશે.  ભારતમાં કુલ 549 મેડિકલ કોલેજો (Medical Colleges in India) છે. જેમાંથી 272 સરકારી કોલેજો છે. આ ઉપરાંત ઘણી AIIMS, ખાનગી અને JIPMER પણ છે.                                                          


Education Loan Information:

Calculate Education Loan EMI