ગાંધીનગર: ગુજરાત જાહેર સેવા આયોગે (gujarat public service commission) જાહેરનામું જા.ક. ૪૨/૨૦૨૩ ૨૪, નાયબ સેકશન અધિકારી/નાયબ મામલતદાર, વર્ગ ૩ ની મુખ્ય લેખિત પરીક્ષાની નવી તારીખો જાહેર કરી છે. આ પરીક્ષા હવે 8, 9, 10 અને 11 સપ્ટેમ્બર 2024ના રોજ લેવામાં આવશે.


ઉમેદવારોને સલાહ આપવામાં આવે છે કે તેઓ નવી તારીખો નોંધી લે અને પરીક્ષાની તૈયારી કરવાનું ચાલુ રાખે. વધુ માહિતી માટે ઉમેદવારો આયોગની વેબસાઇટ પર જઈ શકે છે.






નોંધનીય છે કે, ગુજરાત જાહેર સેવા આયોગ ((gujarat public service commission)) દ્વારા આ પહેલા નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદારની મુખ્ય લેખિત પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી.


આયોગના અધિકૃત ટ્વિટર હેન્ડલ પરથી જાણ કરી હતી કે, નોટિફિકેશન અનુસાર, જાહેરાત ક્રમાંક 42/2023-24 હેઠળની આ પરીક્ષા 28 ઓગસ્ટથી 31 ઓગસ્ટ 2024 દરમિયાન યોજાવાની હતી. પરંતુ રાજ્યના વિવિધ વિસ્તારોમાં થયેલા અતિભારે વરસાદ અને તેના કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ નિર્ણય લેવામાં આવ્યો હતો.


GPSC દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પરીક્ષાની નવી તારીખો વહેલી તકે જાહેર કરવામાં આવશે. ઉમેદવારોને સલાહ આપવામાં આવી છે કે તેઓ નિયમિતપણે GPSC ની અધિકૃત વેબસાઇટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર નજર રાખે. જે તારીખો હવે જાહેર કરવામાં આવી છે. 








આ પહેલા ગુજરાત જાહેર સેવા આયોગે આજે નાયબ સેક્શન અધિકારી અને નાયબ મામલતદાર, વર્ગ-3ની જગ્યાઓ માટેની પ્રાથમિક પરીક્ષાનું પરિણામ જાહેર કર્યું હતું. આ ભરતી જાહેરાત ક્રમાંક 42/2023-24 અંતર્ગત હાથ ધરવામાં આવી હતી. આયોગના પ્રવક્તાએ જણાવ્યું કે, "15 ઓક્ટોબર 2023ના રોજ યોજાયેલી પ્રાથમિક કસોટીનું પરિણામ આજે, 18 માર્ચ 2024ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ પરીક્ષામાં કુલ 3,342 ઉમેદવારોને સફળ જાહેર કરવામાં આવ્યા છે." સફળ થયેલા ઉમેદવારો હવે મુખ્ય પરીક્ષા માટે લાયક ઠર્યા છે. 


આ ભરતી પ્રક્રિયા રાજ્ય સરકારના વહીવટી તંત્રને વધુ મજબૂત બનાવવાના પ્રયાસનો એક ભાગ છે. આશા છે કે આ ભરતીથી રાજ્ય વહીવટમાં નવા પ્રતિભાશાળી યુવાનોનો સમાવેશ થશે.





ઉમેદવારો વધુ માહિતી માટે ગુજરાત જાહેર સેવા આયોગની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈ શકે છે.


આ પણ વાંચોઃ










Education Loan Information:

Calculate Education Loan EMI