New Education Policy: નવી શિક્ષણ નીતિમાં પુસ્તકિયા જ્ઞાનમાંથી બહાર લાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ત્યારે કેન્દ્રિય માઘ્યમિક શિક્ષા બોર્ડ એટલે કે CBSEના ધોરણ 9 અને 11 ના વિધાર્થીઓ માટે નવા સ્કીલ બેઝ વિષય દાખલ કર્યા છે. જે ભવિષ્યમાં રોજગારી પૂરતું સીમિત નહિ પરંતુ વ્યક્તિત્વ વિકાસમાં પણ મહત્વપૂર્ણ બની રહેશે.


CBSE બોર્ડે ધોરણ 9માં ત્રણ નવા વિષય ઉમેર્યા 


ધોરણ નવ અને 11 સીબીએસસી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે.  CBSE બોર્ડે ધોરણ 9માં ત્રણ નવા વિષય ઉમેર્યા છે. જેમાં પહેલો વિષય ડિઝાઇન થીંકિંગ ઈનોવેશન છે. બીજો વિષય ફાર્માસ્યુટિકલ અને બાયોટેકનોલોજી, ત્રીજો વિષય ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર છે. અગાઉ વૈકલ્પીક સ્કીલ સબ્જેક્ટ 19 હવે તેની સંખ્યા 23 થઈ છે. અભ્યાસમાં મુખ્ય 6 વિષયો સાથે નવા ઉમેરાયેલા સ્કીલ બેઝ વિષયોમાં થયેલો વધારો સમયની માંગ અને ભવિષ્યમાં વિદ્યાર્થીઓ કારકિર્દી પસંદગીમાં વધારો કરશે. 


ધોરણ 11મા પણ 4 નવા સ્કીલ બેઝ વિષય ઉમેરવામાં આવ્યાં


ધોરણ 11મા પણ 4 નવા સ્કીલ બેઝ વિષય ઉમેરવામાં આવ્યાં છે. જે અગાઉ 39 હતાં તેની સંખ્યા 43 થઈ છે. ધોરણ 11મા ડિઝાઇન થીંકિંગ ઈનોવેશન અને ઇલેક્ટ્રોનિક્સ એન્ડ હાર્ડવેર વિષય ઉમેરાયો છે. આ ઉપરાંત ફીઝીક્લ એકિવિટી ટ્રેનર અને લેન્ડ ટ્રાન્સપોર્ટ એસોસિએટ વિષયનો સમાવેશ થાય છે. આ વિષયો એવા છે કે અભ્યાસમાં મુખ્ય વિષયની સાથે સાથે ભવિષ્યમાં તેમનો વ્યક્તિત્વ ઘડતર અને રોજગાર માટે પણ પ્રત્યક્ષ રીતે મદદરૂપ સાબિત થશે. નવા વિકલ્પો મળવાના કારણે વિદ્યાર્થીઓ પોતાના રસનો વિષય પસંદ કરી શકશે અને મુખ્ય વિષયમાં સારો સ્કોર ન કરી શકવાની પરિસ્થિતિમાં તેમને ગમતા વિષયો તેમના પરિણામને સુધારવામાં મદદ કરશે.


ગુજરાત માહિતી આયોગમાં નોકરી કરવાની ઉત્તમ તક


ગાંધીનગર: ગુજરાત માહિતી આયોગમાં કાયદા અધિકારીની સાત જગ્યાઓ ભરતી બહાર પાડવામાં આવી છે. ઈચ્છુક અને જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો 15મી ફેબ્રુઆરી સુધી અરજી કરી શકશે. 11 માસના કરાર આધારિત આ જગ્યાઓ માટે નિવૃત્ત અધિકારીઓને પણ લાયક ગણવામાં આવ્યા છે.  64 વર્ષની વય મર્યાદા નિવૃત્ત અધિકારીઓ માટે રાખવામાં આવી છે. અન્ય ઉમેદવારો માટે ઓછામાં ઓછી 30 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની વય મર્યાદા નક્કી કરવામાં આવી છે.


Education Loan Information:

Calculate Education Loan EMI