પાટણ સ્થિત હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. HNGU દ્વારા લેવાયેલી BSc Sem-2ની પરીક્ષામાં ગણિતના પેપરમાં 29 વિદ્યાર્થીઓએ જયારે કેમેસ્ટ્રીના પેપેરની પરીક્ષામાં 200 વિદ્યાર્થીઓએ એક સરખા જવાબ લખ્યા છે.  ગણિતની પરીક્ષાના 20 વિદ્યાર્થીઓ પર માસ કોપીકેસ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે, જયારે કેમેસ્ટ્રીના પેપરમાં એક સરખા જવાબ લખનાર 200 વિદ્યાર્થીઓની ચકાસણી માટે પરીક્ષા કેન્દ્રના સીસીટીવી ફૂટેજ મંગાવવામાં આવ્યા છે. 


આ સમગ્ર ઘટના અંગે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પરીક્ષા સમિતિના અધ્યક્ષ હરેશ ચૌધરીએ જણાવ્યું કે આ 29 વિદ્યાર્થીઓ પર કાર્યવાહી કરવામાં આવી છે, જયારે 200 વિદ્યાર્થીઓના સરખા જવાબની સત્યતા અંગે પરીક્ષા કેન્દ્રોને સાત દિવસમાં  સીસીટીવી ફફોટેજ રજૂ કરવા માટે જાણ કરવામાં આવી છે. 


ગણિતના પેપરમાં 29 વિદ્યાર્થીઓના એક સરખા જવાબ દેખાતા તેમના પર માસ કોપીકેસ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે અને તમામની પરીક્ષા રદ્દ કરી દેવામાં આવી છે, જયારે 200 વિદ્યાર્થીઓના એક સરખા જવાબના કેસમાં આ વિદ્યાર્થીઓનું પરિણામ હાલ પૂરતું સ્થગિત કરી દેવામાં આવ્યું છે. 



ગઈકાલે શનિવારે મળેલી પરીક્ષા સમિતિની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ પરીક્ષાની ઉત્તરવહીઓના મૂલ્યાંકન સમયે આ સમગ્ર ઘટના સામે આવી હતી. આ ઘટના સામે આવતા જ  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીનું પરીક્ષાતંત્ર દોડતું થયુ છે, તો બીજી બાજુ  હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પર સવાલો પણ ઉભા થઇ રહ્યાં છે. 


 


વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા લડશે ચૂંટણી


જેલમાંથી જામીન પર છૂટેલા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ બીજા જ દિવસે એક મોટી જાહેરાત કરી છે. યુવરાજસિંહ જાડેજાએ ચૂંટણી લાદવાની ઈચ્છા વ્યકત કરી છે. તેમણે કહ્યું કે સંગઠન, સમિતિ કે કોઈ પક્ષ કહેશે બાદમાં તેઓ ચૂંટણી લાડવાનો નિર્ણય કરશે. તેમણે કહ્યું કે યુવાનોના પ્રશ્નોના નિરાકરણ માટે મને લાગશે તો ચૂંટણી લડશે. આ સાથે જ યુવરાજસિંહ જાડેજાએ નવા સંગઠનની જાહેરાત કરી છે. 


યુવરાજસિંહે નવા સંગઠન યુવા નવનિર્માણ સેનાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે શિક્ષિત યુવાનોના અધિકાર માટે યુવા નવનિર્માણ સેના કામ કરશે. તેમણે કહ્યું કે યુવાનોના હક્ક, હિત અને અધિકાર માટે કામ કરતો રહ્યો છું અને આગળ પણ કરતો રહીશ. 





 


Education Loan Information:

Calculate Education Loan EMI